ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ  ક્લેક્ટરની અધ્યક્ષતામાં ગ્રામિણ પેયજળ યોજનાને પાઇ મંજૂર - Sanitation Committee

ભરૂચ જિલ્લામાં જળ જીવન મિશન હેઠળ નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત ગ્રામિણ પેયજળ યોજના મંજૂર કરવામાં આવી છે. જેમાં અંદાજીત રૂપિયા 686.81 લાખના ખર્ચે 54 ગામોના 5962 ઘરોને આવરી લેવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં ક્લેક્ટરની અધ્યક્ષતામાં ગ્રામિણ પેયજળ યોજનાને આપાઇ મંજૂર
ભરૂચ જિલ્લામાં ક્લેક્ટરની અધ્યક્ષતામાં ગ્રામિણ પેયજળ યોજનાને આપાઇ મંજૂર

By

Published : Jun 12, 2020, 5:21 PM IST

ભરૂચઃ જિલ્લામાં અંદાજીત રૂપિયા 686.81 લાખના ખર્ચે 54 ગામોના 5962 ઘરોને આવરી લેતી ગ્રામિણ પેયજળ યોજનાને ક્લેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંજુરી આપવામાં આવી હતી.

જલ જીવન મિશન હેઠળ નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં અંદાજીત રૂપિયા 686.81 લાખના ખર્ચે 54 ગામોના 5962 ઘરોને આવરી લેતી ગ્રામિણ પેયજળ યોજના મંજૂર કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં ભરૂચ જિલ્લાના ટ્રાયબલ વિસ્તારના 50, જનરલ વિસ્તારની 4 યોજના મળી 54 ગામોના કુલ - 5962 ઘરોને નળ જોડાણ માટે આવરી લેતી અંદાજીત રૂપિયા 686.81 લાખના ખર્ચની ગ્રામિણ પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

જલ જીવન મિશન હેઠલ નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ટ્રાયબલ વિસ્તારની 50 ગ્રામ્ય પેયજળ યોજનાઓમાં આમોદ તાલુકામાં 4, અંકલેશ્વર તાલુકામાં 3, વાલીયા તાલુકામાં 15, ઝઘડિયા તાલુકામાં 14, નેત્રંગ તાલુકામાં 14 નો સમાવેશ થાય છે. જ્યારે જનરલ વિસ્તારની 4 ગ્રામ્ય પેયજળ યોજનાઓમાં ભરૂચ તાલુકામાં 3 અને જંબુસર તાલુકાના એક યોજનાનો સમાવેશ થાય છે.


ABOUT THE AUTHOR

...view details