ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વર GIDCનાં સી પમ્પીંગ સ્ટેશનને જી.પી.સી.બી.દ્વારા ક્લોઝર નોટીસ ફટકારતા ચકચાર

ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વરમાં GIDCનાં સી પમ્પીંગ સ્ટેશનને જી.પી.સી.બી. એ ક્લોઝર નોટીસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે. અમરાવતી નદીમાં પ્રદુષિત પાણી ભળતા જળચરોનાં મોત નીપજ્યા હોવાનો મામલો બહાર આવ્યો હતો. જે મામલે GIDCના સી પમ્પીંગ સ્ટેશનની બેદકારી બહાર આવતા જી.પી.સી.બી.એ ક્લોઝર નોટીસ ફટકારી છે.

BRC

By

Published : Jul 28, 2019, 1:54 AM IST

અંકલેશ્વર નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં ઉદ્યોગોનું રસાયણ યુક્ત પાણી ભળતા થોડા દિવસો પહેલા અસંખ્ય જળચરોનાં મોત નીપજ્યા હતા. આ મામલે ગ્રામજનો દ્વારા જી.પી.સી.બી.ને જાણ કરાતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી .

અંકલેશ્વર GIDCનાં સી પમ્પીંગ સ્ટેશનને જી.પી.સી.બી.દ્વારા ક્લોઝર નોટીસ ફટકારતા ચકચાર

જેમાં GIDCમાં આવેલ ઉદ્યોગોઆ પ્રદુષિત પાણીનું ટ્રીટમેન્ટ કરતા સી પમ્પીંગ સ્ટેશનની બેદરકારી બહાર આવતા જી.પી.સી.બી. દ્વારા ક્લોઝર નોટીસ અને દંડ ફટકારવામાં આવ્યો છે. સી.પમ્પીંગ સ્ટેશનમાં આવતું ઉદ્યોગોનું પ્રદુષિત પાણી અમરાવતી નદીમાં ભળ્યું હોવાનું માલુમ પડતા જી.પી.સી.બી. દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details