ભરૂચ: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ પાસે આવેલ કચ્છી પુરા ગામ ખાતે એક સાથે અંદાજીત 25 થી વધુ ઊંટોના મોત અંગેની દુઃખદ ઘટનામાં જીપીસીબીની પ્રાથમીક તપાસ બાદ મોટી કર્યાવહી કરી છે. પ્રાથમિક તપાસ બાદ ONGC Ltd (Ggs-I,Gandhar) સામે જીપીસીબીના કડક પગલાં લેતા 50 લાખનો દંડ પણ કરવામાં આવ્યો હતો. EPA (Environment Protection Act) હેઠળ Ongc Ltd.,Ggs-I,Gandhar )ને Notice of Direction અંગેની નોટીસ પણ જીપીસીબીએ ફટકારી છે.
ONGC ને નોટિસ:આ ઘટના બાદ જીપીસીબી દ્વારા ONGC ને સર્ક્યુલેશન આપીને ONGC ના તમામ વેલના ફાઉન્ડેશન અને વાલ લીક થયા હોય તો તાત્કાલિક ધોરણે તેનું રીપેરીંગ કામ અને દરેક વાલની પાસે ફેન્સીંગ અને ફ્લોરિંગ બનાવવા માટે સૂચનાઓ આપી છે. જેથી કરીને સાચવેલ જેવી ઘટના બીજી વાર ના બને તે માટે ONGC ને નોટિસ આપવામાં આવેલી છે. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ કેમિકલ યુક્ત માટી તાત્કાલિક ધોરણે હટાવીને તેનો BEIL કંપનીમાં નિકાલ કરવામાં આવ્યો છે.