ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરુચના 9 ગામોના ખેડુતોને જમીન સંપાદનની સામે મળશે ચાર ગણુ વરતળઃ હાઈકોર્ટ - હાઈકોર્ટના સમાચાર

અમદાવાદઃ ભરૂચ જિલ્લાના દહેગામ, અડોલ, તરસાડી સહિત કુલ 9 ગામમાંથી નેશનલ હાઈ-વેનું નિર્માણ કરવા બાબતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2013માં જમીન સંપાદન કરાયુ હતું. શહેરને અડીને આવેલા ગામડાને નિયમ વિરૂદ્ધ વળતર ચુકવતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી. આ મુદ્દે સોમવારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને વી.પી પટેલની ખંડપીઠે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને જમીન સંપાદન વિભાગે શહેરી વિસ્તાર પરંતુ ગ્રામ પંચાયતમાં આવતા ગામડાઓને પણ જમીન સંપાદન મુદ્દે નિયમ મુજબ ચાર ગણું વળતર અગામી ત્રણ મહિના સુધીમાં ચુકવવાનો આદેશ કર્યો છે.

Pay compensation for land acquisition

By

Published : Oct 15, 2019, 7:53 PM IST

Updated : Oct 16, 2019, 7:21 AM IST

રાજ્ય સરકારના જમીન સંપાદનના 2016ના કાયદા પ્રમાણે ગ્રામિણ વિસ્તારમાં 4 ગણું વળતર જ્યારે શહેરી વિસ્તારમાં બે ગણું વળતર ચુકવવાનો કાયદો હોવા છતાં રાજ્ય સરકારે અચાનક તેમાં ફેરફાર કરી ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલા દહેગામ, અડોલ, તરસાડી, પૂગલ સહિતના 9 ગામડોઓને બે ગણું વળતર ચુકવતા નારાજ ખેડૂતોએ હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. રાજ્ય સરકારે ભરૂચ જીલ્લાના 13 ગામમાં 4 ગણું વળતર એવોર્ડ બદલી તેમને અર્બન ડેવેલ્પમેન્ટમાં ગણી બે ગણું વળતર આપતા વિવાદ સર્જાયો હતો.

આ મુદ્દે વાતચીત કરતા ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, વર્ષ 2016 થી 2018 વચ્ચે રાજ્યમાં જેટલા પણ પ્રોજેક્ટ શરૂ થયા તેમાં 4 ગણું વળતર મળવાપાત્ર છે. જમીન સંપાદન ધારા 2016ની કલમ 26નું સરકાર અને નેશનલ હાઈ-વે સ્પીડ દ્વારા ઉલ્લઘંન કરાયું છે અને 9 ગામના અસરગ્રસ્ત ખેડૂતોને બે ગણું જે વળતર આપ્યું એ ખોટું હોવાથી તેમને 4 ગણું વળતર ચુકવવાની માંગ કોર્ટે સ્વીકારી છે. રાજ્ય સરકારે 9 ગામ વચ્ચે 24 કરોડ રૂપિયાની રકમ ચુકવવી પડશે.

ભરૂચ જીલ્લાના 42 ગામડા એવા છે કે જેમાંથી એક્સપ્રેસ હાઈ-વે, ફ્રેટ-કોરિડર અને બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પસાર થાય છે. સરકાર વર્ષ 2013ની જમીન સંપાદન 2013ની વિરૂદ્ધ જંત્રીના ભાવે વળતર આપે છે. માર્કેટના ભાવે આપતી નથી. ભરૂચ - અંકલાશેવરની નજીકના ગામડાને શહેર વિસ્તારામાં ગણી બે ગણું વળતર આપ્યું હોવાથી 42 માંથી 36 ગામના લોકોએ હાઈકોર્ટમાં પીટીશન કરી છે. હાઈકોર્ટે મહત્વના ચુકાદામાં ઠેરવ્યું છે કે, શહેરી વિસ્તારમાં હોય પણ ગ્રામ પંચાયતની હદમાં આવતું હોય ત્યારે તેને ચાર ગણું વળતર ચુકવવું પડશે.

Last Updated : Oct 16, 2019, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details