ભરૂચ: અંકલેશ્વર નજીક મંગળવારે રેલવેમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક મુંબઇથી અમદાવાદ તરફ જનારી મેઈન રેલવે લાઈન પર ગુડ્સ ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર લુપ લાઇન પરથી ગુડ્સ ટ્રેન મેઈન લાઈન પર આવી રહી હતી, એ દરમિયાન આ ઘટના બની હતી.
ગુડ્સ ટ્રેનને નડ્યો અકસ્માત, 4 કોચ પાટા પરથી નીચે ઉતરી ગયા - અંકલેશ્વરમાં ગુડ્સ ટ્રેનનો અકસ્માત
અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનના 4 કોચ પાટા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. મેઈન લાઇન પર સર્જાયેલી દુર્ઘટનાના પગલે મુંબઇથી અમદાવાદ તરફ જનારી 10 ટ્રેન મોડી પડી હતી.
ગુડ્સ ટ્રેનને નડ્યો અકસ્માત, 4 કોચ પાટા પરથી નીચે ઉતરી ગયા
ગુડ્સ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી વીજ પોલ સાથે અથડાયા હતા. જેથી હાઈટેન્સન લાઈન ક્ષતિગ્રસ્ત થઈ હતી. જેના કારણે અમદાવાદ તરફ જનારી 10 ટ્રેન નિયત સમય કરતાં મોડી પડી હતી. જેમાં રાજધાની અને અગસ્ટ ક્રાંતિ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રથમ ખાનગી ટ્રેન તેજસ પણ અડધો કલાક સુધી મોડી પડી હતી. જેથી રેલવેના અધિકારીઓએ 2 કલાકની જહેમત બાદ ફરી રેલ વ્યવહાર પુન:કાર્યાન્વિત કરાવ્યો હતો.