- રહેણાંક વિસ્તારમાં ૨૪ કલાકમાં ત્રણ કલાક પાણી પુરવઠો પુરો પડાશે
- ઔદ્યોગિક એકમમાં ૬ કલાક સુધી પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે
- સિંચાઇ વિભાગ દ્વારા કેનલ મેન્ટેનન્સ માટે ૨૯ દિવસ પાણી બંધ કરવાનો લીધો નિર્ણય
ભરૂચ: અંકલેશ્વરમાં શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે જીઆઇડીસી (GIDC Ankleshwar) રહેણાંક તેમજ ઔદ્યોગિક એકમમાં પાણીનો કાપ (Water cut in industrial unit) મૂકવામાં આવ્યો છે. હાલ સિંચાઇ વિભાગ (Canal Department) તરફથી નહેર મેન્ટેનન્સ માટે પાણી બંધ (water off for canal maintenance) કરાતા 29 દિવસ માટે જીઆઇડીસી વિસ્તારમાં પાણી પર કાપ (Water cut in GIDC area for 29 days) મૂકવામાં આવ્યો છે.
29 દિવસ માટે અંકલેશ્વરમાં પાણી પર કાપ મૂકાયો
એશિયાની નામાંકિત ઔદ્યોગિક એકમ અંકલેશ્વરમાં શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે પાણી પર કાપ મૂકવાની કટોકટી જાહેર કરવામાં આવી છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ સિંચાઇ વિભાગ દ્વારા નહેરના મેન્ટેનન્સ માટે પાણીનો પુરવઠો બંધ કરવામાં આવતો હોવાને પગલે અંકલેશ્વર જીઆઇડીસી, (GIDC Ankleshwar) રહેણાંક વિસ્તાર તેમજ જીઆઇડીસી ઔદ્યોગિક એકમના (Industrial unit) વિસ્તારમાં પાણી પુરવઠા પર કાપ મૂકવામાં આવ્યો છે. આગામી 21 ડિસેમ્બર થી 18 જાન્યુઆરી સુધી એટલે કે 29 દિવસ માટે રહેણાંક વિસ્તારમાં દિવસમાં ત્રણ કલાક જ્યારે ઓદ્યોગિક એકમમાં ફક્ત ૬ કલાક માટે પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવશે.
29 દિવસ માટે ઉદ્યોગોએ અન્ય સ્ત્રોત મારફતે પાણી મેળવવું પડશે
કોરોના કાળમાં રો મટીરીયલના ભાવમાં જબરો ઉછાળો આવતાં ઉદ્યોગોના ઉત્પાદન અને વેચાણ પર તેની સીધી અસર વર્તાઇ છે. જોકે હિસાબી વર્ષના પૂર્ણ થવાના અંતિમ તબક્કામાં હવે કેનલ મેન્ટેનન્સ માટે પાણી પુરવઠા પર કાપ મુકવામાં આવતાં ઉદ્યોગોને ઉત્પાદન માટે અન્ય સ્ત્રોતથી પાણી મેળવવું પડશે. ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન થતાં કેમિકલ સહિત ડાઇઝ અને અન્ય મટિરિયલના ઉત્પાદન માટે પાણી મુખ્ય સ્ત્રોત હોય છે. કેટલાક ઉદ્યોગોને તો દિવસ દરમિયાન 12 થી 18 કલાક સુધી સતત પાણીની જરૂરિયાત રહેતી હોય છે જોકે કેનાલ મેન્ટેનન્સ માટે પાણી પુરવઠો બંધ કરવામાં આવતા હવે ઉદ્યોગોએ અન્ય સ્ત્રોત મારફતે પાણીની જરૂરીયાત પૂરી કરવી પડશે.