- અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા મળી
- રૂપિયા 98 કરોડનું બજેટ કરાયું મંજૂર
- ઘન કચરાના નિકાલ માટે વિશેષ રકમ ફાળવાય
ભરૂચ: જિલ્લામાં ચૂંટણી બાદ 30 માર્ચે અંકલેશ્વર નગર સેવા સદનની પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેનો રાષ્ટ્રગીત સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં વર્ષ 2021-22નું રૂપિયા 98 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસના વિવિધ કામોને આવરી લેવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરના ઘન કચરાના નિકાલ માટે રૂપિયા 1.50 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સાથે જ અન્ય 65 કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય સભામાં મંજૂર થયેલા બજેટ સર્વાંગી વિકાસવાળું હોવાનો સત્તાપક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :મહેસાણા તાલુકા પંચાયતનું રૂપિયા 21.62 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું