ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વર GIDCમાં ગેસ લાઇન લીકેજ થતા આગ લાગી - અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ

અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી પસાર થઈ રહેલા ગેસ લાઈનમાં ગેસ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં ગેસ લિકેજના પગલે આગ લાગતા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Ankleshwar GIDC
અંકલેશ્વર GIDC માં ગેસ લાઇન લીકેજ થતા અફરાતફરી

By

Published : Oct 18, 2020, 3:03 PM IST

  • અંકલેશ્વર GIDCમાં ગેસ લાઇન લીકેજ
  • આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો
  • આગ લાગતા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે

અંકલેશ્વરઃ GIDC વિસ્તારમાંથી પસાર થઈ રહેલા ગેસ લાઈનમાં ગેસ લીકેજ થતાં અફરા તફરી મચી હતી. જેમાં ગેસ લિકેજના પગલે આગ લાગતા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

અંકલેશ્વર GIDC માં ગેસ લાઇન લીકેજ થતા અફરાતફરી

ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

મળતી વિગતો અનુસાર અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી પસાર થઈ રહેલા અંડર ગ્રાઉન્ડ ગેસ લાઈનમાં અચાનક લીકેજ થયું હતું. લિકેજના પગલે નાસભાગ મચી હતી. જોકે, આગના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બનાવ અંગેની જાણ થતા અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ઘટનાના પગલે ગેસ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. મુખ્ય માર્ગ પર બનેલ ઘટનાના કારણે લોકોમાં ભય ફેલાયો હતો.

ABOUT THE AUTHOR

...view details