વિશ્વના સૌથી મોટા નૃત્યોસ્વ નવરાત્રીનો રવિવારથી જ રંગેચંગે પ્રારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે મેઘરાજા જાણે અડચણરૂપ બન્યા છે. ગરબાની મજા બગાડવા મેઘરાજાએ કમર કસી હોય તેમ લાગી રહ્યું છે. વરસાદના આક્રમક સ્વરૂપને લઇને ખેલૈયાઓ અને ગરબા આયોજકો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. જેના કારણે ભરૂચમાં ગરબા આયોજકો અને ખેલૈયાઓએ ઇન્દ્રદેવને ખમૈયા કરવા માટે હવનનું આયોજન કર્યુ હતું.
નવરાત્રીમાં વરસાદ અડચણરૂપ ન બને તે માટે અહીં ખેલૈયાઓએ કર્યો હવન
ભરૂચઃ સમગ્ર રાજ્યમાં ફરી મેઘ મહેર યથાવત છે, ત્યારે તમામ ખેલૈયાઓમાં એક પ્રકારે નિરાશા જોવા મળી રહી છે. શહેરમાં ભારે વરસાદને પગલે ગરબા ગ્રાઉન્ડ ધોવાયા છે. જેથી ગરબા આયોજકો અને ખેલૈયાઓએ હવન કરીને ઇન્દ્રદેવને ખમૈયા કરવા પ્રાર્થના કરી હતી.
નવરાત્રીમાં વરસાદ અડચણરૂપ ન બને તે માટે અહીં ખેલૈયાઓએ કર્યો હવન
તમામ લોકો એકઠા થઇને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હવનમાં આહુતિ આપી હતી અને નવરાત્રીની મજા ન બગડે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, નવરાત્રી અગાઉ વરસેલા વરસાદને કારણે ગ્રાઉન્ડ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય છે, ત્યારે આયોજકો પાણી અને કાદવ-કીચડને દૂર કરવાની કામગીરીમાં લાગ્યા છે. પરંતુ, નવરાત્રીના દિવસોમાં વરસાદ ન પડે તેવી પ્રાર્થના હવન દ્વારા કરવામાં આવી હતી.