ભરૂચમાં ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રા યોજાશે - ગાંધીજીની 150મી જન્મજયંતિ
ભરૂચઃ ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે યાત્રાનું આયોજ આગામી 13મી ઓક્ટોબરના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. આ યાત્રા ભરૂચ લોકસભાની 7 વિધાનસભા મત વિસ્તારમાં યોજાશે.

કેન્દ્ર સરકાર ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરી રહી છે. જેના ભાગરૂપે ભાજપના સાંસદો ગાંધી સંકલ્પ યાત્રા યોજવા જઈ રહ્યા છે. જે નિમિત્તે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે ભાજપના પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર અને સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષ સ્થાને ગાંધી સંકલ્પ યાત્રા અંગેની બેઠક મળી હતી. જેમાં આગામી 13મી ઓક્ટોબરના રોજ ગાંધીજીની દાંડી યાત્રાનું પ્રારંભ જંબુસરના કરેલા ગામેથી પ્રારંભ કરાશે.આ યાત્રા વિવિધ સ્થળોએ ફરી મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા કેળવવા અને ગાંધીના વિચારોને પ્રોત્સાહન મળે તે માટે લોકોને માહિતી આપશે.આ યાત્રાનું 21 ઓક્ટોબરના રોજ સેલંબા ખાતે પૂર્ણાં હુતી કરવામાં આવશે.સદર બેઠકમાં ભાજપના જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ,મહામંત્રી ધર્મેશ ભટ્ટ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.