ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચના ડુંગરી વિસ્તારમાં વારંવાર ટાંકી ઓવરફ્લો, લાખો ક્યુસેક પાણીનો બગાડ - ભરૂચ ચીફ ઓફિસર સંજય સોની

ભરૂચના ડુંગરી વિસ્તારમાં પાણીની ટાંકી વારંવાર ઓવરફલો થતા લાખો ક્યુસેક પાણીનો બગાડ થઇ રહ્યો હતો. આ બાબતે વિપક્ષની રજૂઆત બાદ ચીફ ઓફિસર સંજય સોનીએ જવાબદાર કર્મચારીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.

bharuch
ભરૂચ

By

Published : Jan 29, 2020, 8:57 PM IST

ભરૂચ : ડુંગરી વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી વારંવાર ઓવરફલો થવાની ઘટના બની હતી. જેના કારણે લાખો કયુસેક પાણીનો બગાડ થઇ રહ્યો હતો. તો બીજીતરફ ટાંકીનું પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ભરૂચના ડુંગરી વિસ્તારમાં પાણીની ટાંકી વારંવાર ઓવરફલો થતા લાખો કયુસેક પાણીનો બગાડ

આ અંગે વિપક્ષનાં નેતા સમસાદ સૈયદ અને નગર સેવકો દ્વારા અગાઉ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. જો કે, કોઈ જ પગલાં ન ભરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે ફરી એકવાર ઓવરહેડ પાણીની ટાંકી ઓવરફલો થતા પુન: વિપક્ષના સભ્યોએ ચીફ ઓફિસર સંજય સોનીને રજૂઆત કરી હતી. જેના પગલે ચીફ ઓફિસરે કામમાં બેદરકારી દાખવનાર જવાબદાર કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. આ બાબતે ધ્યાન રાખવા બાહેંધરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details