ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચના વિદ્યાર્થી સાથે મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 43 લાખની થઈ ઠગાઈ, 2 આરોપીઓ ઝડપાયા - Fraud of 43 lacs rupees on the name of admissions in bharuch

ભરૂચ બી ડિવિઝન પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ મુંબઈની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને રૂપિયા 43 લાખની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલામાં પોલીસે મુંબઈની મેડિકલ કોલેજના પૂર્વ ડે.ડીનની પણ ધરપકડ કરતાં ચકચાર મચી ગઈ છે.

ભરૂચના વિદ્યાર્થીને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 43 લાખની ઠગાઈ
ભરૂચના વિદ્યાર્થીને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 43 લાખની ઠગાઈ

By

Published : Jun 28, 2021, 8:56 PM IST

મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને કરાઈ ઠગાઇ

ભરૂચ બી ડિવિઝનના પોલીસે આરોપીઓની કરી ધરપકડ

ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાં આ પ્રકારના 6થી 7 ગુના નોંધાયા છે

ભરૂચ: મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરતાં બે આરોપીની ભરૂચ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતા આદમ પટેલના પુત્ર મોહસીનને મેડિકલ કોલેજમાં એડમિશન જોઈતું હોવાથી તેઓ લવ ગુપ્તા નામના શખ્સના સંપર્કમાં આવ્યા હતા. લવ ગુપ્તાએ મુંબઈની લોકમાન્ય તિલક મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને આદમ પટેલ પાસે રૂપિયા 43 લાખ પડાવ્યા હતા.

ભરૂચના વિદ્યાર્થીને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 43 લાખની ઠગાઈ

પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે શરૂ કરી તાપસ

આ અંગે આદમ પટેલે માર્ચ માહિનામાં ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે લવ ગુપ્તા અને લોકમાન્ય તિલક મેડિકલ કોલેજના પૂર્વ ડે.ડિન ડો.રાકેશ વર્માની ધરપકડ કરી છે. તેઓની પૂછતાછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.

ભરૂચના વિદ્યાર્થીને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 43 લાખની ઠગાઈ
મેડિકલ કોલેજનો પૂર્વ ડે. ડિન લોકોને વિશ્વાસમાં લેતો હતોઆરોપીએ એડમિશન અપાવવાના બહાને રૂપિયા પડાવવા ચોક્કસ પ્લાન બનાવ્યો હતો. જેમાં તેઓ પી.જી.ની પરીક્ષામાં ઓછા માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવતા હતા અને એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાકી બચેલી બેઠકો પર એડમિશન અપાવવાનું કહી ઠગાઇ કરતાં હતા. એડમિશન લેનાર વિદ્યાર્થી અને તેના વાલીનો વિશ્વાસ કેળવવા લોકમાન્ય તિલક મેડિકલ કોલેજનો પૂર્વ ડે.ડીન પણ તેઓને મળતો હતો અને બાદમાં રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં 6થી વધુ ગુના આચર્યા છેઆ શખ્સ સાથે અન્ય આરોપીઓની સંડોવણી પણ બહાર આવી છે તેઓની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેેલો આરોપીઓ વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાં આ પ્રકારના જ 6થી 7 ગુના નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details