ભરૂચમાં રહેતા એક વૃદ્ધને ઓનલાઈન ફૂડ ડિલીવરી કંપની ઝોમેટો પરથી જમવાનું મગાવવું ભારે પડ્યું છે. વૃદ્ધે ઝોમેટો પરથી મંગાવેલું જમવાનું નહીં આવતા રૂપિયા ૫૧૨ રીફંડ મેળવવા જતાં રૂપિયા ૮૪ હજાર ગુમાવવાનો વારો આવ્યો હતો. ભરૂચના નંદેલાવ રોડ પર આવેલી અમીધારા સોસાયટીમાં રહેતા મહાવીરસિંગ દિનેશ નામના ૬૧ વર્ષીય વૃદ્ધે ઓનલાઈન ફૂડ ડિલીવરી કંપની ઝોમેટો પરથી રૂપિયા ૫૧૨નું જમવાનું મગાવ્યું હતું અને જમવાનું નહીં આવતા તેમણે ઝોમેટો કંપનીના ટોલ ફ્રી નંબર પર કોલ કરી રીફંડ માટેની પ્રોસેસ કરી હતી.
ભરૂચમાં ZOMATOમાંથી મંગાવેલું 512 રુપિયાનું જમવાનું 85 હજારમાં પડ્યું - fraud in zomazto
ભરૂચઃ શહેરમાં વૃદ્ધે ઝોમેટો પરથી મંગાવેલું જમવાનું નહીં આવતા રીફંડ આપવાના બહાને વૃદ્ઘનો ATM કાર્ડ નંબર અને OTP મેળવી લઇ ઓનલાઇન ટ્રાન્ઝેકશન દ્વારા 85 હજાર રૂપિયા ઉપાડી છેતરપિંડી કરવામાં આવી હતી. જે ઘટનાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

છેતરપિંડી
બીજા દિવસે તેઓ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને રીફંડ આપવાના બહાને તેઓ પાસે ATM કાર્ડ નંબર અને OTP મેળવી લીધા હતા અને એક પછી એક એમ ચારથી પાંચ ઓનલાઈન ટ્રાન્ઝેકશન દ્વારા રૂપિયા ૮4 હજાર ઉપાડી લેવામાં આવ્યા હતા. આ અંગે મહાવીર સિંગ દિનેશે બેંગ્લોર ખાતે રહેતા અલાઉદ્દીન મંડલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા ભરૂચ A- ડીવીઝન પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.