ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં ઝઘડીયાની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ચાર કામદાર દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા

ભરૂચની ઝગડીયા GIDCમાં આવેલી આરતી ઈન્ડસ્ટ્રીઝમાં કોલસાની ચીમની જામ થઈ જતાં કેટલાક કામદારો ચીમનીમાંથી કોલસાનો પાઉડર બહાર કાઢવા જતાં ગંભીર રીતે દાઝી ગયા હતાં

ભરૂચ
ભરૂચ

By

Published : Feb 20, 2021, 8:04 PM IST

  • ચીમનીમાંથી પાઉડર બહાર પડતા કામદારો ઘાયલ
  • જામ થયેલી ચીમનીના સમારકામ દરમિયાન બની ઘટના
  • ફેક્ટરી એન્ડ હેલ્થ વિભાગની ટીમે વધુ તપાસ હાથ ધરી
    આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ચાર કામદાર દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા

ભરૂચ: ઝઘડીયા GIDCમાં આવેલી આરતી ઈન્ડસ્ટ્રીઝમાં કોલસાની ચીમની નજીક કામ કરી રહેલા ચાર કામદાર દાઝી જતાં તેઓને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

કોલસાની ચીમનીમાંથી પાઉડર બહાર પડતા 4 કામદાર દાઝ્યા

કંપનીમાં પ્રક્રિયાઓ ચાલી રહી હતી એ દરમ્યાન કોલસાની ચીમની જામ થઈ જતાં કેટલાક કામદારો ચીમનીમાંથી કોલસાનો પાઉડર કાઢી રહ્યા હતા. એ દરમ્યાન એકાએક મોટી માત્રામાં ગરમ પાઉડર બહાર પડતાં નજીકમાં કામ કરી રહેલા કામદારો પર પાઉડર પડ્યો હતો, જેમાં ચાર કામદારો દાઝી ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ કંપની સત્તાધીશોએ દોડી આવી કામદારોને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલે ખસેડયા હતા. દાઝી ગયેલા કામદારોમાં 28 વર્ષીય ઉપેન્દ્રસિંહ પઢિયાર, 38 વર્ષીય કૌશિક પટેલ, 33 વર્ષીય મહંમદ હનીફ અને 35 વર્ષીય અર્જુન પંડિતનો સમાવેશ થાય છે. જેઓ હાલ સારવાર હેઠળ છે.

પોલીસે તપાસ શરૂ કરી
બનાવની જાણ થતાં જ ઝઘડીયા પોલીસ તેમજ ફેક્ટરી એન્ડ હેલ્થ વિભાગની ટીમ દોડી આવી હતી અને ઘટના અંગેની વધુ તપાસ શરુ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details