ભરૂચ : જિલ્લામાં કોરોના વાઇરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે તેમાંથી એક સારા સમાચાર મળી રહ્યા છે. જેમાં ભરૂચમાં કોરોના સંક્રમિત SRPનાં ચાર જવાનોએ કોરોનાને હરાવ્યો છે.
ભરૂચ જિલ્લામાં SRPના વધુ ચાર જવાનોએ કોરોનાને માત આપી - defeated Corona
જિલ્લામાં SRPના વધુ ચાર જવાને કોરોના સામે જંગ જીતી છે. જેમાં વાલિયા રુપનગર SRP કેમ્પના ચાર જવાનો સ્વસ્થ થતા સ્પેશિયલ કોવીડ જયા બહેન મોદી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
વાલિયા રુપનગર SRP કેમ્પના ચાર જવાનમાં 28 વર્ષીય રાજેન્દ્રસિંહ છાલા, 24 વર્ષીય હાર્દિક ચૌધરી, 30 વર્ષીય ગણપત ઘાંચી અને 26 વર્ષીય પંચાભાઈ ચૌધરી ફરજ બજાવવા માટે અમદાવાદ ગયા હતા. જ્યાં તેઓને ચેપ લાગ્યો હતો અને વાલિયા પરત ફરતા તેઓના સેમ્પલ લેવામાં આવતા તેમને કોરોના પોઝીટીવ હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે તમામ 4 જવાનો સ્પેશિયલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલમાંથી સારવાર લઇ રહ્યાં હતા. જે સ્વસ્થ થતા તમામ જવાનને આજરોજ શુક્રવારે તાળીઓના અભિવાદન સાથે રજા આપવામાં આવી હતી.