ભરૂચઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખુબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેના કારણે આવા ઔદ્યોગિક અકસ્માતો વારંવાર થાય છે અને નિર્દોષ કામદારોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. તેઓએ બ્લાસ્ટ બાબતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત પાસે ઉચ્ચ તપાસની માંગ કરી છે.
દહેજ બ્લાસ્ટ ટ્રેજેડીઃ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ બ્લાસ્ટમાં ઘવાયેલા કામદારોની મુલાકાત લીધી
દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થતા 10 કામદારોએ જીવ ગુમાવ્યા છે, તો 70થી વધુ કામદારોને ઈજા પહોચી છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા શનિવારના રોજ ભરૂચ આવી પહોંચ્યા હતા અને ભરૂચની વિવિધ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કામદારોની મુલાકાત લીધી હતી. તો સાથે જ તેઓએ મૃતકના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી તેમની સાંત્વના પાઠવી હતી અને કંપનીની પણ મુલાકાત લીધી હતી.
પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા
રાજકારણ અઠંગ ખેલાડી એવા શંકરસિંહ બાપુએ આ અંગે રાજ્યસભાની ચૂંટણી, કોંગ્રેસના ધારાસભ્યોનું ભાજપ ગમન અને એન.સી.પી.માં ચાલતા બળવા અંગે કઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું.