- જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડે નરેશ કનોડિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો
- શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું
- મહેશ-નરેશના જવાથી ન પૂરી શકાય તેવી ખોટ
લોકગાયક અભેસિંહ રાઠોડે નરેશ કનોડિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો - નરેશ કનોડિયા
ગુજરાતી ફિલ્મના જાણીતા સુપર સ્ટાર નરેશ કનોડિયાનું નિધન થતાં લોક ગાયક અભેસિંહ રાઠોડે શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાસુમન પાઠવ્યાં હતાં. ગુજરાતી ફિલ્મના જાણીતા સુપર સ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું છે, ત્યારે ગુજરાતી ફિલ્મ જગતને ન પૂરી શકાય એવી ખોટ પડી છે.
લોકગાયક અભેસિંહ રાઠોડે નરેશ કનોડીયાના નિધન પર શોક વ્યક્ત કર્યો
ભરુચઃ જાણીતા લોકગાયક અને ભરૂચને કર્મભૂમિ બનાવનારા અભેસિંહ રાઠોડે નરેશ કનોડિયાના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. અભેસિંહ રાઠોડ પ્રોગ્રેસીવ શાળા ખાતે નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પવા સભા યોજાઈ તેમાં હાજર રહ્યાં હતાં અને બે મિનીટનું મોંન પાળી નરેશ કનોડિયાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. લોકગાયક અભેસિંહ રાઠોડે જણાવ્યું હતું કે વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ જેમના માટે ગોરવ અનુભવી શકે એવા નરેશ અને મહેશ કનોડિયાના નિધનથી ન પૂરી શકાય એવી ખોટ પડી છે.