ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા

ભરૂચ જિલ્લામાં આજે સોમવારે કોરોના વાઇરસના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ તમામ કેસ જંબુસરમાં નોંધાયા હતા. હાલ જિલ્કોલામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 150 પર પહોંચી છે.

ભરૂચ
ભરૂચ

By

Published : Jun 22, 2020, 8:14 PM IST

ભરૂચ: જિલ્લામાં આજે કોરોના વાઇરસના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાતા ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 150 પર પહોચી છે.

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે જે આજે પણ યથાવત રહ્યું હતું. ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાઇરસના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ તમામ કેસ જંબુસરના નોંધાયા હતા. જંબુસરમાં વધી રહેલા કેસને જોતા તે હોટ સ્પોટ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ તમામ લોકલ સંક્રમણ હોવાનું જાણવા મળ્યું છે.

આ સાથે જ ભરૂચ જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 150 પર પહોંચી છે. જે પૈકી 6 દર્દીઓના મોત નીપજ્યા છે. તો 52 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જિલ્લામાં 86 લોકો હાલ સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details