ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં માછીસમાજે જાળ લગાવીને નોંધાવ્યો વિરોધ - Bharuch today news

ભરૂચ: જિલ્લા નજીક નર્મદા નદીમાં ખૂંટા લગાવી માછીમારી કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ભરુચના માછીસમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કેટલાક તત્વો દ્વારા ખૂંટા લગાવી માછીમારી કરવામાં આવે છે, જેના કારણે નાના માછીમારોની બોટ અકસ્માતનો ભોગ બને છે.

pile

By

Published : Jul 27, 2019, 2:41 PM IST

ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા ખૂંટા લગાવી માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ આવા તત્વો સામે કોઈ જ કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ સાથે માછીસમાજનાં સભ્યો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

ભરૂચમાં માછીસમાજે જાળ લગાવીને નોંધાવ્યો વિરોધ

માછીસમાજ દ્વારા પ્રતિકરૂપે કલેક્ટર કચેરીમાં ખૂંટા સાથે જાળ લગાવી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ધોધમાર વરસાદ વરસતા ચાલુ વરસાદે પણ માછીસમાજના સભ્યોએ વિરોધ પ્રદર્શન યથાવત્ જ રાખ્યું હતું. આ દરમિયાન તેમના વિરોધને થાળે પાડવા માટે પોલીસના જવાનોને પણ ખડકી દેવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details