ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં પ્રથમ વરસાદે જ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી, પાલિકાતંત્ર આવ્યું હરકતમાં - Bharuch municipality

ભરૂચમાં પ્રથમ વરસાદે જ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી જતાં નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. યુદ્ધના ધોરણે એકસાથે ચારથી વધુ સ્થળોએ કાંસની સાફસફાઈ શરુ કરી દેવામાં આવી છે. શહેરમાં પ્રથમ વરસાદે જ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં.

ભરૂચમાં પ્રથમ વરસાદે જ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી, પાલિકાતંત્ર આવ્યું હરકતમાં
ભરૂચમાં પ્રથમ વરસાદે જ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી, પાલિકાતંત્ર આવ્યું હરકતમાં

By

Published : Jun 10, 2020, 12:34 PM IST

ભરુચઃ ભરૂચમાં પ્રથમ વરસાદે જ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી જતાં નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને યુદ્ધના ધોરણે એકસાથે ચારથી વધુ સ્થળોએ કાંસની સાફસફાઈ શરુ કરવામાં આવી છે. ભરૂચમાં ગતરોજ વરસેલ પ્રથમ વરસાદે જ નગર સેવાસદનની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી.સવારથી બપોર સુધી વરસેલ સવા ઇંચ વરસાદમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

ભરૂચમાં પ્રથમ વરસાદે જ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી, પાલિકાતંત્ર આવ્યું હરકતમાં

આજે વરસાદે વિરામ લેતાં મોડેમોડે પણ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. ભરૂચ નગર સેવાસદન દ્વારા આજે સવારથી જ યુદ્ધના ધોરણે એકસાથે ચારથી વધુ સ્થળોએ કાંસની સાફસફાઈ શરુ કરાવવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ માટેની કાંસમાંથી કચરો સાફ કરાવવામાં આવી રહ્યો છે અને પાણીનો નિકાલ થાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details