ભરૂચ : દક્ષિણ આફ્રિકાના વેન્ડા સિટીમાં લૂંટના ઈરાદે જંબુસરના દેવલા ગામના યુવાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાલ આ યુવાનનેે સારવાર અર્થે ખેડવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકામાં લૂંટના ઇરાદે ભરૂચના યુવાન પર ફાયરિંગ - bharuch news
દક્ષિણ આફ્રિકામાં ભરૂચના યુવાન પર ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. લૂંટના ઈરાદે યુવાન પર ફાયરિંગ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ યુવાન હાલ સારવાર હેઠળ છે.
મૂળ જંબુસરના દેવલા ગામના અને 20 વર્ષથી દક્ષિણ આફ્રિકામાં રહેતા 38 વર્ષીય ઇમરાન બસીર લાલસા સુપર સ્ટોરમાં કામ કરી તેઓનું ગુજરાન ચલાવે છે. તારીખ 9મી જુનની રાત્રીએ તેઓ બલાટી ટાઉનમાં આવેલા સ્ટોર પર કામ કરીને અન્ય ચાર લોકો સાથે કારમાં વેન્ડા સીટી પરત ફરી રહ્યા હતા.
આ દરમિયાન અજાણ્યા નીગ્રોએ લૂંટના ઈરાદે તેમને અટકાવ્યા હતા, જો કે ઇમરાન લાલસાએ ભાગવાની કોશિશ કરતા નીગ્રોએ ફાયરિંગ કર્યું હતું જેમાં ઈમરાનને પગના ભાગે ગોળી વાગતા તેને નજીકની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે. આ અંગેની જાણ જંબુસરના દેવલા ખાતે રહેતા તેમના પરિવારજનોને થતા તેઓ ચિંતામાં મૂકાયા છે.