ગુજરાત

gujarat

ETV Bharat / state

રસાયણ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટઃ વધુ 1ના મોત સાથે કુલ 10 મજૂરોના મોત, 52 ઘાયલ - આગ લાગવાની ઘટના

દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બુધવારે પ્રચંડ ધડાકા સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કુલ 10 મજૂરોના મોત નીપજ્યા છે. જ્યારે 52 જેટલા મજૂરો ઘાયલ થયા છે. 10 ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ લાગવાની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આસપાસના બે ગામ ખાલી કરાવામાં આવ્યા હતા.

રસાયણ કંપની
રસાયણ કંપની

By

Published : Jun 3, 2020, 7:19 PM IST

Updated : Jun 4, 2020, 7:13 PM IST

ભરૂચઃ જિલ્લાની દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બુધવારે પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી. જે કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મોટી ઔદ્યોગિક દુર્ઘટનામાં કુલ 10 મજૂરોના મોત નીપજ્યા હતા, જ્યારે 52થી વધુ મજૂરો ઘાયલ થયા છે. હાલ ઘાયલોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે સારવાર દરમિયાન વધું 1નું મોત થતા મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે.

દહેજ સેઝ-2માં આવેલી કેમિકલનું ઉત્પાદન કરતી યશસ્વી રસાયણ કંપનીમાં બુધવારે રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જ પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી. આ બ્લાસ્ટના કારણે પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી, અને ધૂમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા.

આસપાસના બે ગામ ખાલી કરાવામાં આવ્યા

આ બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે, આસપાસની કંપનીના બારી બારણાના કાચ પણ તૂટી ગયા હતા. આ બનાવની જાણ થતા જ 10થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. જો કે, 5 કલાક સુધી આગ કાબૂમાં આવી શકી ન હતી. પોલીસ, સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી.

સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. પ્રચંડ બ્લાસ્ટનાં કારણે કંપનીમાં કામ કરી રહેલ 52 જેટલા મજૂરો ઘયલ થયા હતા. જેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની વિવિધ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 10 કામદારનાં મોત નીપજ્યા હતા. સુરક્ષા અને સાવચેતીનાં ભાગરૂપે કંપની નજીક આવેલા લખીગામ અને લુવારા ગામના લોકોનું સ્થળાંતર કરી ગામને ખાલી કરાવવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટ ક્યા કારણોસર થયો, તે અંગે તંત્ર તપાસ કરી રહ્યું છે.

આ તમામ વચ્ચે બ્લાસ્ટમાં ઘવાયેલા એક મજૂરનો દર્દથી કણસતો વીડિયો પણ સામે આવ્યો છે. આ બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘવાયા બાદ મજૂર કંપની બહાર આવ્યો હતો. વીડિયોમાં મજૂર સારવાર માટે જાણે આજીજી કરતા જોવા મળી રહ્યો છે. જો કે, દર્દથી કણસતા મજૂરને સમયસર સારવાર મળી ન હતી.

Last Updated : Jun 4, 2020, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details