ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વરમાં ઓદ્યોગિક વસાહતમાં આવેલ અને લોકડાઉનના પગલે બંધ હાલતમાં રહેલ એડકેમ કંપનીનાં સ્ટોર રૂમમાં બપોરના સમયે એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. સ્ટોરમાં રહેલ સોલ્વન્ટના જથ્થામાં આગ ફાટી નીકળતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
અંકલેશ્વર GIDCમાં આવેલી એડકેમ કંપનીના સ્ટોર રૂમમાં આગ ફાટી નીકળતા દોડધામ - અંકલેશ્વર જીઆઈડીસી
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એડકેમ કંપનીના સ્ટોર રૂમમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી.
અંકલેશ્વર GIDCમાં આવેલ એડકેમ કંપનીના સ્ટોર રૂમમાં આગ ફાટી નીકળતા દોડધામ
આ બનાવની જાણ થતા જ અંકલેશ્વર ડી.પી.એમ.સીનાં 5 જેટલા ફાયર ફાયટરોએ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. કંપની બંધ હાલતમાં હોવાના કારણે કોઈ જાનહાની થઇ ન હતી. કંપની થીનરનું ઉત્પાદન કરે છે, ત્યારે સ્ટોર રૂમમાં સોલ્વન્ટનો મોટો જથ્થો હોય એટલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.