ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરમાં પાનોલીની કેમિકલ કંપનીમાં આગ લાગતા નાસભાગ - fire news today

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલી એક કેમિકલ કંપનીમાં કેમિકલ ભરેલું ડ્રમ ફાટતા આગ લાગી હતી. જેના પગલે કંપની કર્મચારીઓમાં દોડધામ થઈ હતી.

Fire in Panoli Chemical Company
Fire in Panoli Chemical Company

By

Published : Sep 17, 2020, 10:24 PM IST

અંકલેશ્વરઃ પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલી ઈન્જાલ કેમિકલ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. કેમિકલ કંપની હોવાના કારણે કંપનીમાં કેમિકલ ભરેલા અનેક ડ્રમ પડ્યા હતા. કંપનીમાં પડેલા કેમિકલ ભરેાલ એક ડ્રમમાં કોઈક કારણોસર અચાનક બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે આગ લાગી હતી.

આગના પગલે કંપની કર્મચારીઓમાં નાસભાગ થઈ ગઈ હતી. આગ અંગેની જાણ પાનોલીના ફાયર ફાયટર્સને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ આગના પગલે કોઈ જાનહાની થઈ નથી. બનાવ સંદર્ભે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓએ કંપની પાસે રિપોર્ટ મંગાવી આ ઘટના અંગેની તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details