ભરૂચ : રાજ્યમાં અવાનવાર કેટલીક જગ્યા આગના બનાવ સતત ચાલુ રહે છે, ત્યારે દહેજના લુવારા પાસે આવેલા રોહા ડાયકેમ (Dahej Roha Dychem Company) કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીના સત્તાધીશોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક પહોંચી આવી અને કાર્યવાહી હાથ (Fire in Dahej) ધરવામાં આવી હતી.
રોહા ડાયકેમ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા મચી દોડધામ આ પણ વાંચો :સ્કૂલ બસ બળીને થઇ રાખ, આ રીતે બાળકોનો કરવામાં આવ્યો બચાવ...
રોહા ડાયકેમ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દુર દુર સુધી ધુમાડાના ગોટાને ગોટા જોવા મળી રહ્યા હતા. તો બીજી તરફ આગને જોવા લોકો પણ ઉમટી પડ્યા હતા. આગને કાબુમાં લેવા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના 8 જેટલા ટેન્ડરો (Fire in Dahej Company) ઘટના સ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે રવાના માટેના પણ સમાચાર સામે આવ્યા હતા.
આ પણ વાંચો :શ્રીલંકામાં આક્રોશની આગ, વડાપ્રધાને યુદ્ધના ધોરણે કેબિનેટની બેઠક બોલાવી
રોહા ડાયકેમ કંપનીમાં ભીષણ આગના બનાવમાં GPCB અને DISHની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ ના સમાચાર મળ્યા નથી. આ ઉપરાંત આગ લાગવા (Bharuch Fire Department) પાછળનું કારણ પણ હજુ સુધી સામે નથી આવ્યું.