દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ફરી એકવાર આગ લાગતા દોડધામ
- અગાઉ લાગેલી આગમાં 12 લોકોના મોત થયા હતા
- ક્લોઝર નોટીસના પગલે પ્લાન્ટ બંધ હતો
- કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન ફરી એકવાર આગ ફાટી નીકળી
ભરૂચઃ જિલ્લાના દહેજ ઓદ્યોગિક વસાહતમાં આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં ફરી એકવાર આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ગત તારીખ 3 જૂનના રોજ યશસ્વી રસાયણ કંપનીમાં ફાટી નીકળેલી આગમાં 12 લોકોના મોત થયા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા કંપનીને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી હતી.