ભરૂચ: ખોડીબારા ફળિયામાં મંદિરમાં પ્રગટાવેલ દીવાથી ભયંકર આગ (Terrible fire from the lamps)લાગેલી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એકસાથે લગોલગ રહેલા પાંચથી વધુ મકાનો આગ લપેટમાં આવી ગયેલ હતી. આગ ઉપર કાબુ મેળવવા પથી 7 ફાયર બ્રિગેડ સ્થળ ઉપર દોડી આવેલા હતા. ભરૂચ નગરપાલિકા અને GNFCના ફાયર બંબાઓ સ્થળ ઉપર દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરાયા હતા.
આજુબાજુના લોકોને સતત એવો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. આગના પગલે લોકોના ટોળા એકત્ર - ભરૂચ ના શુકલતીર્થ ગામના((Shukaltirth village of Bharuch taluka)) ખોડીબારા ફળિયામાં મંદિરમાં પ્રગટાવેલ દીવાથી ભયંકર આગ લાગી હતી. સંધ્યાના સમયે મંદિરમાં દીવો પ્રગટાવ્યો હતો. જેના પગલે જોતજોતામાં લોકોમાં પણ ફફડાટ મચી ગયો હતો આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટર (Firefighter of Bharuch Municipality)અને GNFC અને NTPC ને કરવામાં આવતા ફાયર બંબાઓએ સ્થળ પર દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરાયા હતા.
આ પણ વાંચો:વડોદરા: કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ, કાબૂ મેળવાયો
મકાનમાં રહેતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો- ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના શુકલતીર્થ ગામે ખોડીબારા ફળિયામાં રહેતા હરદિપસિહ દેવેન્દ્રસિંહ પરમાર મકાનમાં સંધ્યાના સમયે મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ દિવાની આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એકાએક આજુબાજુના ત્રણથી ચાર મકાનોની અંદર આગ પ્રસરી જતા મકાનમાં રહેતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો. આગ લાગી હોવાની જાણ આજુબાજુના લોકોને સતત એવો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.
આગમાં પર કાબુમાં સફળતા- ફાયર બ્રિગેડએ ઘટના સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવતા કલાકોની જહેમત બાદ મકાનોમાં ફાટી નીકળેલી આગમાં પર કાબુ મેળવવામાં સફળતા મળતાં આજુબાજુના રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો(Residents breathed a sigh of relief) પરંતુ મકાનોમાં રહેલી ઘરવખરી ભસ્મીભૂત થઇ જતા મકાન માલિકોને મોટું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. મકાનમાં આગ લાગી હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ સહિત લાગતા વળગતા અધિકારીઓ અને તંત્ર પણ સ્થળ પર દોડી આવ્યું હતું.
આ પણ વાંચો:અમદાવાદ - વટવા GIDCમાં લાગી ભયંકર આગ, આખરે ભારે જહેમત બાદ મેળવ્યો કાબુ
ફાયર ફાઈટરને સ્થળ પર પહોંચવા માટે હાલાકી પડી - શુકલતીર્થના ખોડીબારા ફળિયામાં આગ લાગી હોવાની જાણ ફાયર ફાઈટરની થતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા પરંતુ સાંકડી ગલીઓના કારણે ફાયર ફાઈટર ના લોકોને પણ હાલાકી ભોગવવી પડી હતી પરંતુ સ્થાનિક લોકોની મહેનત પર રંગ લાવી હતી સતત પાણીનો મારો ચલાવતા આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી.