ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચના મહંમદપુરા APMC માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો આગની ઝપેટમાં - ભરૂચના સમાચાર

ભરૂચના મહંમદપુરા APMC માર્કેટમાં ભીષણ આગની ઘટના બની હતી. જેમાં 10 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. બનાવની જાણ થતા ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

bharuch
APMC માર્કેટમાં ભીષણ આગ

By

Published : Aug 16, 2020, 8:28 PM IST

  • 10થી વધુ દુકાનોમાં આગ ફાટી નીકળી
  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ

ભરૂચઃ શહેરના મહંમદપુરા વિસ્તારમાં આવેલી APMCમાં રવિવારે સાંજના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. એક દુકાનમાં આગ લાગ્યા બાદ આગ અન્ય 10 દુકાનોમાં ફેલાતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેના પગલે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતા ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. દુકાનોમાં શાકભાજી અને ફ્રૂટ ભરવાના પ્લાસ્ટિકના કેરેટ મોટા પ્રમાણમાં હોવાથી આગ વધુ ફેલાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.

ABOUT THE AUTHOR

...view details