ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં વિપક્ષના નેતા શમસાદ સૈયદ અને નગર પાલિકાના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી - Bharuch Nagar Seva Sadan President Surbhi Tobakwala

ભરૂચ: નગર સેવા સદનના વહીવટ સામે નિવૃત્ત સરકારી કર્મચારીના આમરણાંત ઉપવાસના ત્રીજા દિવસે વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ઉપવાસી વયસ્ક નાગરિકની મુલાકાત લીધી હતી. તેમજ આ બાબતે નગર પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા ગયેલા વિપક્ષના નેતા શમસાદ સૈયદ અને નગર પાલિકાના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ ગરમાયું હતું.

etv bharat

By

Published : Nov 22, 2019, 11:00 PM IST

ભરૂચ નગર સેવા સદનના વહીવટ સામે નિવૃત્ત સરકારી કર્મચારીના આમરણાંત ઉપવાસ આંદોલનનો ત્રીજો દિવસ છે. કોંગ્રેસના આગેવાનોએ તેઓની મુલાકાત લીધી હતી. અને આ બાબતે નગર પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા જતા પ્રમુખ સુરભી તમાકુવાલા સાથે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ નગર સેવા સદનમાં છેલ્લા 25 વર્ષથી ભાજપના શાસન સામે પ્રશ્નો ઉભા કરી નિવૃત્ત સરકારી કર્મચારી બિપીનચંદ્ર જગદીશવાલા 20 નવેમ્બરથી પાંચબત્તી વિસ્તારમાં આમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેમની સાથે તેમના પત્ની પણ જોડાયા હતા. ત્યારે વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ઉપવાસી વયસ્ક નાગરીકની મુલાકાત લીધી હતી.

ભરૂચમાં વિપક્ષનાં નેતા શમસાદ સૈયદ અને નગર પાલિકાના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી

આ બાબતે વિપક્ષના નેતા શમસાદ સૈયદ અને નગર સેવકો રજૂઆત કરવા નગર પાલિકા કચેરી પર પહોંચ્યા હતા. જ્યાં પ્રમુખ સુરભી તમાકુવાલા સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. વિપક્ષના સભ્યોએ વયસ્ક નાગરિકની માંગ બાબતે અધિકારીઓને પણ ખખડાવ્યા હતા. જેના કારણે એક તબક્કે વાતાવરણ ગરમાયું હતું. આ અંગે વિપક્ષના નેતા શમસાદ સૈયદે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નગર પાલિકાના સત્તાધીશો દ્વારા ભરૂચના વયસ્ક નાગરીકને પણ વિવિધ કામ બાબતે વાયદા આપવામાં આવ્યા હતા. જે પૂર્ણ ન થતા તેઓએ ઉપવાસ પર બેસવું પડ્યું છે. અને આ બાબતે રજૂઆત કરવા જતા પ્રમુખ દ્વારા અહંકાર દર્શાવવામાં આવ્યો હતો. જેનો તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

આ અંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ સુરભી તમાકુવાલાએ જણાવ્યું હતું કે, અરજીકર્તાનાં તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા કામગીરી કરવામાં આવી છે. ચૂંટણી નજીક હોવાથી કોંગ્રેસ દ્વારા ક્રેડીટ લેવા આ પ્રકારના આક્ષેપ કરવામાં આવે છે.

બીજી તરફ આમરણાંત ઉપવાસ પર ઉતારનાર બિપીનચંદ્ર જગદીશવાલાએ હજુ પણ જ્યાં સુધી તેઓની માંગ ન સંતોષાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે સત્તાધીશો હવે કેવું વલણ દાખવે છે એ જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details