ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચના હીરાપોર ગામમાં આડાસંબંધની આશંકાએ પિતા પુત્રોએ એક વ્યક્તિની હત્યા કરી - having an affair with a man wife

ભરૂચ જિલ્લાના 45 વર્ષીય ગુમાનભાઈ માંદલાભાઈ વસાવા ગુજરાત ગેસ પ્લાન્ટમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવે છે. સૂકાભાઈ વસાવાએ પત્નીના આડા સંબંધની આશંકાએ ગુમાનભાઈ વસાવા સાથે ઝઘડો કર્યો હતો ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડતા અને મોત થયું હતું.

વાલિયા સરકારી દવાખાનું

By

Published : May 27, 2021, 3:54 PM IST

  • પત્નીના આડા સંબંધ આશંકાએ ઝઘડો કર્યો
  • 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા
  • વાલિયા પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ : વાલિયા તાલુકાના હીરાપોર ગામમાં વચલા ફળિયામાં રહેતા 45 વર્ષીય ગુમાનભાઈ માંદલાભાઈ વસાવા ગુજરાત ગેસ પ્લાન્ટમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવે છે. જેઓ ગત રોજ રાત્રે નોકરી પર જઈ રહ્યા હતા. તે દરમિયાન થોડે દૂર સૂકાભાઈ પરષોતમભાઈ વસાવા પોતાની પત્નીના આડા સંબંધ આશંકાએ ગુમાનભાઈ વસાવા સાથે ઝઘડો કર્યો હતો.

આ પણ વાંચો : સતલાસણામાં પ્રેમીએ પરણિત પ્રેમિકાની હત્યા કરી

ગુમાન વસાવાને માથાના તેમજ શરીરે ગંભીર ઇજાઓપહોંચી

સૂકા વસાવાના પુત્ર કૌશિક વસાવા, વિક્રમ વસાવા અને ઉમેશ વસાવા કુહાડી, ધારિયા વડે તેઓના પર તૂટી પડ્યા હતા. ગુમાન વસાવાને માથાના તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઝઘડામાં બચાવવા વચ્ચે પડેલ ક્રિષ્ણા વસાવા અને પરેશ વસાવા તેમજ શંભુ અર્જુન વસાવા પર પણ હુમલો કરતાં તેઓને ઇજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો : વાવમાં પિયર જવાની જીદ કરતી પત્નીનું ગળુ દબાવી પતિએ હત્યા કરી
ઇજાગ્રસ્તને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા
ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગુમાન વસાવાની હાલત વધુ ગંભીર જાણતા તેઓને સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન માર્ગમાં તેઓનું મોત થયુ હતું. આ ઘટના અંગે વાલિયા પોલીસે પિતા અને ત્રણ પુત્રો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details