ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં ઉમલ્લા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકનાં આમરણાંત ઉપવાસ

ભરૂચ જિલ્લા પંચાયત કચેરી બહાર ઉમલ્લા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકના આમરણાંત ઉપવાસ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

ઉમલ્લા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકનાં આમરણાંત ઉપવાસ
ઉમલ્લા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકનાં આમરણાંત ઉપવાસ

By

Published : Feb 24, 2020, 5:07 PM IST

ભરૂચઃ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામની પ્રાથમિક કુમાર શાળાના મુખ્ય શિક્ષક ફતેસિંહ વસાવા દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત કચેરી બહાર આમરણાંત ઉપવાસ આંદોલન શરૂં કરવામાં આવ્યું છે. તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં વહીવટમાં ભ્રષ્ટાચાર થાય છે. એ બાબતે તેઓ દ્વારા આર.ટી.આઈ.કરવામાં આવી હતી અને હિસાબ માંગવામાં આવ્યો હતો.

ઉમલ્લા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકનાં આમરણાંત ઉપવાસ

આ બાબતની રીસ રાખી સંઘના હોદ્દેદારો તેમની સાથે હેરાનગતિ કરે છે અને તેમની બદલી પણ કરાવી દેવામાં આવી હતી. આથી ન્યાની માંગણી સાથે તેઓ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એ.મકવાણાએ જણાવ્યું હતું કે, તેમની નોકરી જે તે સ્થળે જ શરૂ રાખવામાં આવી છે અને તેઓની બીજી માંગ છે તે બાબતે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details