ભરુચઃ ભરૂચ અને નર્મદા જિલ્લામાં યુરીયા ખાતરની અછતના મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગૌડાને પત્ર લખ્યો છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં યુરીયા ખાતરની અછતના મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગૌડાને પત્ર લખ્યો છે.ભરૂચ અને નર્મદા જિલ્લામાં હાલ યુરીયા ખાતરની અછત વર્તાઈ રહી છે. વિવિધ તાલુકા મથકો પર ખેડૂતો ખાતર લેવા વહેલી સવારથી જ લાંબી લાઈન લગાવી દે છે પરંતુ તેમને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાની બૂમ ઉઠી છે.
ખેડૂતોની દોડધામઃ ભરૂચ અને નર્મદા જિલ્લામાં યુરીયા ખાતરની અછત - નર્મદા
એકતરફ કોરોના કાળમાં લાંબા લૉકડાઉનના દિવસો હવે ક્રમશઃ સમાપ્ત થઈ રહ્યાં છે. તો બીજીતરફ ચોમાસુ માથે છે તેથી ખેતર ખેડતાં ખેડૂતો માટે મહત્ત્વનો સમય ચાલી રહ્યો છે. વાવણી બાદ ઊગી નીકળેલાં પાકને યોગ્ય પ્રમાણમાં પાણી અને ખાતર આપવાં પડે છે. જેની વ્યવસ્થા કરવી ખેડૂત માટે પ્રાણપ્રશ્ન હોય છે. ભરુચ અને નર્મદામાં યુરીયા ખાતરની અછતને લઇને તેથી જ ખેડૂતોની દોડધામ વધી ગઈ છે.
ખેડૂતોની દોડધામઃ ભરૂચ અને નર્મદા જિલ્લામાં યુરીયા ખાતરની અછત
ખેતીલાયક વરસાદ વરસી જતાં ખેડૂતોએ વાવણી કરી દીધી છે. પરંતુ ખાતરના અભાવે પાક પ્રભાવિત થવાની શક્યતા છે. ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય રસાયણપ્રધાન સદાનંદ ગૌડાને પત્ર લખ્યો છે અને ભરૂચ તેમ જ નર્મદા જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ્ધ કરાવવાની માગણી કરી છે.