જગતનો તાત બેહાલ: વિમા કંપનીઓ બાદ હવે આયકર વિભાગ દ્વારા ખેડૂતોને હેરાનગતિ - ખેડૂતો દ્વારા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન
ભરૂચ: આયકર વિભાગ દ્વારા બેન્ક ટ્રાન્ઝેકશનનો સર્વે કરી ઝઘડીયા તાલુકાના ખેડૂતોને નોટિસ પાઠવી હેરાન કરવામાં આવે છે. ખેડૂતોએ ખેડૂત હોવાના પૂરાવા આપ્યા બાદ પણ કાયદાનું ખોટું અર્થઘટન કરી નોટિસ આપી ઓફિસે બોલાવી લાંચ માગવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
ખેડૂતો દ્વારા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન
ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા ભરૂચ આયકર વિભાગ સામે આરોપ મુકવામાં આવ્યો છે કે, ભરૂચ આયકર વિભાગ તરફથી ખેડૂતોના એકાઉન્ટની માહિતી મેળવી નોટિસ આપવામાં આવી હતી. નોટિસના ખેડૂતો દ્વારા જવાબ આપ્યા બાદ પણ કાયદાનું ખોટું અર્થઘટન કરી વારંવાર ખોટી નોટિસ આપી હેરાનગતિ કરવામાં આવે છે.