ભરૂચ નજીક હાઈવે પર બનાવેલા આવેલ ટોલ પ્લાઝા અને દીવાલનાં કારણે નજીકના ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. જેથી ઝઘડિયાના ગોવાલી, મુલદ, માંડવાગામોના ખેડુતોને નુકશાન થઈ રહ્યુ છે. મંગળવારે આ ખેડૂતો દ્વારા જીલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રેને આવેદનપત્ર પાઠવ્યુ હતું. ખેડુતોએ રજુઆત કરી હતી કે, નેશનલ હાઈવે ઓથોરીટી અને એલએન્ડટી કંપની દ્વારા મુલદ ચોકડી નજીક ટોલ પ્લાઝાનું નિર્માણ કરાયુ છે.
ભરુચમાં ટોલબૂથ બનાવતાં ખેતરમાંથી પાણીનો નિકાલ અટકી જતાં ખેડૂતો થયાં પરેશાન - ઝઘડિયા
ભરુચઃ નેશનલ હાઈવે 48 પર ગોવાલી ગામ પાસે ટોલબૂથ બનાવાયો છે. આ માટે રોડની ઉંચાઈ વધારાઈ હતી. જેથી આસપાસના ખેતરોમાંથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. આ સમસ્યાના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ આજરોજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી સમાસ્યા નિવારવા માગ કરી હતી.
ભરુચમાં ટોલબુથ બનતાં ખેતરમાંથી પાણીનો નિકાલ અટકી ગયો, ત્રણ ગામના ખેડુતો પરેશાન
દીવાલ બનાવીને રસ્તો પણ ઉંચો કરી દેવાયો છે. જેના કારણે ટોલ પ્લાઝાની નજીક આવેલ ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણએ ખેડૂતોના ઉભા પાકને નુકશાન થાય છે. ખેડુતો દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માગ કરાઈ છે.