ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વર તાલુકાના ચાર ગામને નહેરનું પાણી ન મળતા ખેડૂતોએ મચાવ્યો હોબાળો - ખેડૂતોએ હોબાળો મચાવ્યો

અંકલેશ્વર તાલુકાના ચાર ગામોને નાગલ નજીકથી પસાર થતી માઈનોર કેનાલમાંથી પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. નાગલ ગામના ખેડૂતો અંતરાય ઉભો કરી પાણી રોકતા હોવાના આક્ષેપ ચાર ગામના લોકો દ્વારા કરવામાં આવ્યો છે. તો આ અંગે નહેર વિભાગને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.

ભરૂચના અંકલેશ્વર તાલુકાના ચાર ગામોને નહેરનું પાણી ન મળતા ધરતીપુત્રોનો હોબાળો
ભરૂચના અંકલેશ્વર તાલુકાના ચાર ગામોને નહેરનું પાણી ન મળતા ધરતીપુત્રોનો હોબાળો

By

Published : Jun 2, 2020, 5:16 PM IST

ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નાગલ અને સજોદ ગામની વચ્ચેથી પસાર થતી 5650 નંબરની માઈનોર કેનાલમાંથી અંક્લેશ્વર તાલુકાના સજોદ, હરીપુરા સહિતના ગામોમાં પાણી પૂરું પાડવામાં આવે છે અને તેના માટે નાગલ ગામ નજીક ગેટ મૂકી તેણે ખોલી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પરંતુ નાગલ ગામના કેટલાક ખેડૂતો આ ગેટનો નકુચો તોડી અથવા તો કોઈ ને કોઈ અંતરાય મૂકી આગળ પાણી જતું અટકાવી રહ્યા હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના ચાર ગામને નહેરનું પાણી ન મળતા ખેડૂતોએ મચાવ્યો હોબાળો

આ અંગે સજોદ હરીપુરા સહિતના ચાર ગામના ખેડૂતોએ નહેર વિભાગને રજૂઆત કરવા છતાં તેનો કોઈ નિકાલ આવ્યો ના હતો. જેના કારણે મંગળવારના રોજ તમામ ધરતીપુત્રો સજોદ ખાતે આવેલી નહેર વિભાગની ઓફિસે ભેગા થયા હતા, પરંતુ કચેરીમાં તાળા લટકતા હતા. છેલ્લા 10 દિવસથી આ ઓફીસ બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે ખેડૂતોએ હોબાળો મચાવી જો તેઓના પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details