ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વરના ફાર્મા ઉદ્યોગો કાર્યરત - ભરૂચ

લોકડાઉન દરમિયાન ફાર્માસ્યુટીક્લ કંપનીઓ કાર્યરત તો છે પરંતુ કર્મચારીઓની અછતના કારણે ઉત્પાદન ઘટી ગયું છે. સાંપ્રત સમયમાં એન્ટી બાયોટિક દવાઓનું ઉત્પાદન વધુ થઇ રહ્યું છે.

bharuch
bharuch

By

Published : Mar 30, 2020, 7:55 PM IST

ભરૂચઃ લોકડાઉન દરમિયાન ફાર્માસ્યુટીક્લ કંપનીઓ કાર્યરત તો છે પરંતુ કર્મચારીઓની કમીના કારણે ઉત્પાદન ઘટી ગયું છે. સાંપ્રત સમયમાં એન્ટી બાયોટિક દવાઓનું ઉત્પાદન વધુ થઇ રહ્યું છે. કોરોના વાઈરસના કારણે ઉદ્યોગો બંધ હાલતમાં છે. જોકે આ બંધમાંથી ફાર્માસ્યુટિકલ કંપનીઓને બાદ કરવામાં આવી છે. દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ કાર્યરત છે. પરંતુ કંપનીઓમાં કર્મચારીઓની ઘટ જોવા મળી રહી છે. સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એન્ટી બાયોટિક દવાઓનું વધુ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં 150થી વધુ નાની મોટી દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ છે. હાલમાં તે પૈકી પણ 60 ટકા કંપનીઓ જ ચાલુ છે. જયારે કેટલીક નાની કંપનીઓ બંધ છે. તેનું મુખ્ય કારણ કર્મચારીઓની ઘટ છે. કર્મચારીઓને કંપની સુધી પહોંચાડવા પરવાનગીની પ્રક્રિયા પણ જટિલ છે. ત્યારે હાલમાં કંપની સંચાલકો પણ જે રીતે ડોકટર અને નર્સ હોસ્પિટલ જઈને દેશની સેવા કરી રહ્યા છે તેમ દવા બનાવતી કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ એક પ્રકારે દેશની સેવા જ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details