ભરૂચ :વાગરા તાલુકાના દહેજ પંથકના ગલેંડા ગામે મોડી રાત્રિએ લગ્ન પ્રસંગે વરઘોડો (Wedding Horse at Galenda Village) નીકળ્યો હતો. વરઘોડામાં જાનૈયાઓએ બંદૂક, લાકડીઓ અને ગુપ્તી જેવા હથિયારો સાથે જાહેરમાં પ્રદર્શન કરતા વિડીયો વાયરલ થયો છે. જાનૈયાઓએ મારામારી કરી હોવાની ઘટનાઓ સામે આવતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. અને ત્યાર પછી પણ એક જણા ઘરે પહોંચી હુમલો કરવાના પ્રયાસો કરવાના CCTV ફૂટેજ સામે આવતા ચકચાર મચી છે.
જમવાનું પીરસનાર સમયે લાફાવાળી - દહેજ પંથકના ગલેંડા ગામે લગ્ન પ્રસંગમાં (Wedding Occasion in Galenda Village) જમવાનું પીરસવા ગયેલા રિયાઝ દાઉદ ખાનનાઓને આરોપીઓએ કહ્યું કેમ અહીંયા આવ્યો છે. તેમ કહી ઝઘડો કરતા જમવાનું પીરસનાર ત્યાંથી નીકળી ગયો હતો. તે દરમિયાન જ કેટલાક લોકોએ તેને લાફા વાળીકરી હતી. ત્યાર પછી પણ આસિફ દાઉદ રાજ, ઈશાક ગેમરસંગ રાજ, મુનાફ નસરુ રાજ, ફિરોજ ઉદેસંગ રાજ, ઈકબાલ ઇશાક રાજનાઓ સામે દહેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો :અમદાવાદ: લગ્ન બાદ પરત આવી રહેલા જાનૈયા અને પોલીસે વચ્ચે મારામારીનો વીડિયો વાઇરલ