ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં પર પ્રાંતિયોની વતન વાપસીના કારણે સ્થાનિક બેરોજગારો માટે રોજગારીની ઉત્તમ તક

લોકડાઉનમાં પરપ્રાંતિયોની વતન વાપસીના કારણે સ્થાનિક બેરોજગારો માટે રોજગારીની ઉત્તમ તક જોવા મળી રહી છે. કોરોનાને કારણે લોકડાઉન છે જેથી પરપ્રાંતિયો વતન જવા રવાના થયા છે ત્યારે સ્થાનિક બેરોજગારોને ઉદ્યોગોમાં રોજગારી મળી રહે એ માટે યોજના ઘડવા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ માંગ કરી રહ્યા છે.

employment-opportunity-for-local-unemployed
લોકડાઉનમાં પરપ્રાંતિયોની વતન વાપસીના કારણે સ્થાનિક બેરોજગારો માટે રોજગારીની ઉત્તમ તક

By

Published : May 16, 2020, 3:28 PM IST

ભરૂચઃ લોકડાઉનમાં પરપ્રાંતિયોની વતન વાપસીના કારણે સ્થાનિક બેરોજગારો માટે રોજગારીની ઉત્તમ તક જોવા મળી રહી છે. કોરોનાને કારણે લોકડાઉન છે જેથી પરપ્રાંતિયો વતન જવા રવાના થયા છે ત્યારે સ્થાનિક બેરોજગારોને ઉદ્યોગોમાં રોજગારી મળી રહે એ માટે યોજના ઘડવા જિલ્લાના અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ માંગ કરી રહ્યા છે.

લોકડાઉનમાં પરપ્રાંતિયોની વતન વાપસીના કારણે સ્થાનિક બેરોજગારો માટે રોજગારીની ઉત્તમ તક

કોરોના વાઇરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનનાં પગલે ઉદ્યોગો બંધ થઇ જતા ઓદ્યોગિક વસાહતમાં કામ કરતા સેંકડો પરપ્રાંતિયો મુશ્કેલીમાં મુકાયા હતા અને વતનમાં જવાની છૂટ મળતાની સાથે તેઓએ વતનની વાટ પકડી છે, જેના પગલે અંકલેશ્વર પાનોલીનાં ઉદ્યોગોમાં લેબર ક્રાઈસીસનો પ્રશ્ન ઉભો થયો છે. કામદારોની અછતનાં પગલે ઘણા પ્લાન્ટ બંધ કરી દેવાની ફરજ પડી છે ત્યારે પરપ્રાંતિયોની ગેરહાજરી વચ્ચે સ્થાનિક બેરોજગારો માટે રોજગારીના દ્વાર ખોલવા સરકાર યોજના ઘડે એવી અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ માંગ કરી રહ્યા છે.

જિલ્લાની આસપાસ મોટો ટ્રાયબલ બેલ્ટ આવેલો છે, જ્યાં ઘણા લોકો બેરોજગાર છે ત્યારે આવા લોકોને અંકલેશ્વર પાનોલીના ઉદ્યોગોમાં રોજગારી મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો બેરોજગારો પગભર બનશે અને બીજી તરફ ઉદ્યોગોમાંથી પણ લેબર ક્રાઈસીસનો પ્રશ્ન હલ થશે. લોકડાઉન પાર્ટ ૪માં આંતર જિલ્લા પરિવહનને છૂટ આપી આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે એવી માગ ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details