ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા મહોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી કરાઇ - બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાની ઉજવણી

કોરોના મહામારીના કારણે દુર્ગા માતાની 2 ફૂટની પ્રતિમા સ્થાપી ભરૂચ બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા મહોત્સવની સાદગીપૂણ ઉજવણી કરવામાં આવી છે.

ETV BHARAT
ભરૂચમાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા મહોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી

By

Published : Oct 24, 2020, 4:29 PM IST

  • બંગાળી સમાજે દુર્ગા પૂજાની ઉજવણી કરી
  • દરવર્ષે 11 ફૂટની પ્રતિમાં સ્થાપવામાં આવે છે
  • કોરોનાને કારણે ચાલુ વર્ષે 2 ફૂટની પ્રતિમા સ્થાપવામાં આવી

ભરૂચ: કોરોના માહામારીને કારણે તહેવારો પર ગ્રહણ લાગ્યું છે, ત્યારે ભરૂચમાં વસતા બંગાળી સમાજે 2 ફૂટની દુર્ગા માતાની મૂર્તિ સ્થાપિત કરી સાદગીપૂર્ણ દુર્ગા પૂજાની ઉજવણી કરી છે.

40 વર્ષથી દુર્ગા પૂજાનું આયોજન

ભરૂચ જિલ્લામાં રોજગારી અર્થે આવેલા અને ભરૂચને પોતાની કર્મભૂમિ બનાવનારા આ બંગાળી સમાજ દ્વારા 40 વર્ષથી દુર્ગા પૂજા મહોત્સવની ભવ્ય અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે આ સમાજ સાદગીપૂર્વક દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે.

2 ફૂટની પ્રતિમા સ્થાપિત

ભરૂચમા વસતો આ બંગાળી સમાજ 40 વર્ષથી 11 ફૂટની મૂર્તિ સ્થાપિત કરે છે, જ્યારે ચાલુ વર્ષે કોરોનાના કારણે આ સમાજે માત્ર 2 ફૂટની મૂર્તિ સ્થાપિત કરી છે. આ સાથે જ બંગાળી સમાજે આ વર્ષે મૂર્તિનું વિસર્જન નહીં કરવાનો નિર્ણય લીધો છે.

સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો જોડાયા

શનિવારે નવરાત્રિની આઠમ નિમિત્તે દુર્ગા પૂર્જા મહોત્સવ અંતર્ગત બંગાળી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે જોડાઈને ધન્યતા અનુભવી હતી.

ABOUT THE AUTHOR

...view details