- ભરુચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેકસીન મુદ્દે ડોર ટૂ ડોર સર્વે શરૂ કરાયો
- ભરૂચ-અંકલેશ્વર શહેર અને તાલુકા તેમ જ જિલ્લા સ્તરે સરવેની કામગીરી પૂર જોશમાં
- આરોગ્ય વિભાગે ભરૂચમાં 50થી વધુની ઉંમરના લોકોની માહિતી મેળવવા 679 ટીમ બનાવી
ભરૂચમાં 50થી વધુની ઉંમરના લોકોને કોરોના વેક્સિન પહોંચાડવા ડોર ટૂ ડોર સર્વે - અંકલેશ્વર
કોરોના વેક્સિનનું પરિક્ષણ જેમ જેમ સફળ થઈ રહ્યું છે તેમ તેમ લોકો સુધી કોરોના વેક્સિન પહોંચાડવાની પણ તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગે કોરોના વેક્સિનને ધ્યાનમાં રાખી ડોર ટૂ ડોર સરવે હાથ ધર્યો છે. અહીં આરોગ્ય વિભાગ અલગ અલગ ટીમ બનાવી ઘર ઘર સુધી જઈ સર્વે કરાવી રહ્યું છે. આ ટીમ ઘરે ઘરે ફરી 50થી વધુ ઉંમરની વ્યક્તિઓના નામ નોધણી સહિત કોઈ બીમારી છે કે કેમ તે અંગેની માહિતી એકત્રિત કરી રહી છે.

ભરૂચઃ કોરોના મહામારી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે કે કોરોના વેક્સિન ટૂંક સમયમાં આવવાની શક્યતા છે. વેક્સિન આપવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે આપેલી સૂચનાને પગલે વિવિધ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા 50થી વધુ અને 50 વર્ષની નીચેની વ્યક્તિઓનો સરવે હાથ ધર્યો છે અને તેઓ અન્ય રોગ ધરાવતા હોય તો તેઓનો ડેટા બેઝ તૈયાર કરવાના આદેશ કરી દીધા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિન મુદ્દે ડોર ટૂ ડોર સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ડોર ટૂ ડોર સરવે કરી 50થી વધુની ઉંમરની વ્યક્તિઓના નામ, નોંધણી સહિત કોઈ બીમારી છે કે નહીં તે અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.