ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપે જંબુસર બેઠક પર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતને સોંપી કમાન, સંતે કહ્યું 150થી વધુ બેઠક જીતીશું - Yogi Adityanath UP CM

ભરૂચની જંબુસર વિધાનસભા બેઠક (Jambusar Assembly Seat) પર ભાજપે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ડી. કે. સ્વામીનું (DK Swami Jambusar BJP Candidate) નામ જાહેર કર્યું છે. ત્યારે ETV Bharatની ટીમે ભાજપના ઉમેદવાર સાથે રૂબરૂ વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે શું કહ્યું આવો જાણીએ.

ભાજપે જંબુસર બેઠક પર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતને સોંપી કમાન, સંતે કહ્યું 150થી વધુ બેઠક જીતીશું
ભાજપે જંબુસર બેઠક પર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતને સોંપી કમાન, સંતે કહ્યું 150થી વધુ બેઠક જીતીશું

By

Published : Nov 11, 2022, 4:17 PM IST

Updated : Nov 11, 2022, 4:56 PM IST

ભરૂચભાજપે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી 160 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તે અંતર્ગત જ ભરૂચની જંબુસર બેઠક (jambusar assembly constituency) પર ભાજપે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ડી. કે. સ્વામીને ટિકીટ (DK Swami Jambusar BJP Candidate) આપી છે. ત્યારે ભાજપના આ ઉમેદવારે ETV Bharat સાથે રૂબરૂ વાતચીત કરી હતી. તો આવો જાણીએ તેમણે વાતચીત દરમિયાન શું કહ્યું.

gfhgfh

પ્રશ્નશું ભારતીય જનતા પાર્ટીએ ડી. કે. સ્વામીને તેમના કયા કાર્યો જોઈને પાર્ટી દ્વારા ઉમેદવારી કરવાની તક આપી છે?

જવાબહું 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું અને જ્યારે જ્યારે પણ જંબુસર વિસ્તારમાં (jambusar assembly constituency) જનતાના કામો કર્યા છે. કોરોના કાળ દરમિયાન વચ્ચે જઈને સેવાકીય કાર્યો કર્યા છે, આ મારા કાર્યો જોઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મને ઉમેદવારી કરવાની તક આપી છે.

પ્રશ્નભાજપમાંથી તમને ટિકીટ મળતા જંબુસરના પૂર્વ ધારાસભ્ય અને કેટલાક કાર્યકર્તાઓ નારાજગી છે?

જવાબ- બજારમાં અફવાઓ ચાલી રહી છે કે, મને (DK Swami Jambusar BJP Candidate) ટિકીટ મળવાથી ભાજપના કાર્યકર્તાઓ અને કેટલાક મુદ્દેદારો નારાજ છે. તેઓ કંઈ અમારા ધ્યાન આવ્યું નથી. અનેક લોકોએ ઉમેદવાર તરીકે ટિકીટ માગી હતી, પરંતુ તેઓને ટિકીટ ન મળતા મને ટિકિટ આપવામાં આવી છે, પરંતુ દરેક લોકોએ મને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રશ્નગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે લાવવાનો છે. ત્યારે ભાજપને ટક્કર આપે તેવી પાર્ટી કઈ હશે?

જવાબવડાપ્રધાનનરેન્દ્ર મોદીની (PM Narendra Modi) જે યોજનાઓ છે અને સબકા સાથ સબકા વિકાસ ઓર સબકા વિશ્વાસના સૂત્ર સાથે અમે પ્રજાની વચ્ચે જઈને કામ કર્યા છે અને કરીશું. અમારી સામે બળવાન કોણ છે. એ લોકોની સામે અમે જોતા નથી, પરંતુ પ્રજાલક્ષી કાર્યો કરવા માટે હંમેશા તત્પર છીએ. અને ડી કે સ્વામીજીએ (DK Swami Jambusar BJP Candidate)જણાવ્યું હતું કે ગુજરાતમાં અમે 150થી વધુ સીટો સાથે જીત હાંસલ કરીશું.

પ્રશ્નહાલ જંબુસરની બેઠક કૉંગ્રેસ પાસે છે. જ્યારે તમે 2022માં વિધાનસભાની ચૂંટણી જીતીને વિધાનસભામાં જશો ત્યારે જંબુસરની પ્રજા માટે પ્રાથમિક કામ કયું કરશો?

જવાબસૌપ્રથમ જંબુસર વિધાનસભા ક્ષેત્રમાં (jambusar assembly constituency) નહેર દ્વારા પાણી પહોંચાડવાની યોજના છે. તેના ઉપર અમારું પ્રમુખ ધ્યાન રહેશે. છેવાડાના ગામોમાં પીવાના પાણીના પ્રશ્નોને હલ કરીશ અને સરકારી યોજનાઓનો છેવાડા સુધીના માનવીને લાભ મળે તે માટે પ્રજા વચ્ચે જઈને કામો કરીશું.

પ્રશ્ન2022માં ગુજરાતમાં સૌપ્રથમ એક સંતને ઉમેદવારી કરવા માટે ટિકીટ આપી છે. ત્યારે યુપીમાં યોગી આદિત્યનાથ પણ એક સંત છે અને તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના મુખ્યપ્રધાન છે ત્યારે તેમના જેવી તે જ ગતિથી શું તમે કામ કરશો?

જવાબવડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Yogi Adityanath UP CM) એ મારા સર્વપ્રથમ આદર્શ અને માર્ગદર્શક છે અને તેઓના કાર્યોને હું મારા હૃદયમાં વસાવીને હૃદયપૂર્વક તેમની જેમ કામ કરવાની શક્તિ રાખી અને પ્રજાના દરેક કાર્યો હું યોગી આદિત્યનાથ અને વડાપ્રધાનની જેમ કામ કરીશ. હું ચોક્કસથી જંબુસર વિધાનસભાની બેઠક (jambusar assembly constituency) પરથી ખૂબ જંગી બહુમતીથી જીતીશ અને પ્રજાના કાર્યો કરવા એ મારી પ્રાથમિકતા રહેશે.

Last Updated : Nov 11, 2022, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details