ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વર GIDCમાં ગુરુકુલ શાળા નજીક વીજ કંપની બાબતે વિવાદ - Ankleshwar GIDC Sardar Park

ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં ગુરુકુલ શાળા નજીક વીજ કંપની દ્વારા વીજ ટ્રાન્સફોર્મર લગાવવાની કાર્યવાહી કરાતા વિવાદ થયો હતો. જેમા શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરી વિરોધ નોધાવ્યો હતો. જો કે પોલીસની હાજરીથી અંતે સમાધાન થયું હતું.

bharuch
અંકલેશ્વર GIDCમાં ગુરુકુલ શાળા નજીક વીજ કંપની બાબતે વિવાદ

By

Published : Jan 20, 2020, 7:47 PM IST

અંકલેશ્વર GIDCમાં આવેલા સરદાર પાર્ક નજીકનું વીજ ટ્રાન્સફોર્મર હટાવી તેને સ્વામી નારાયણ ગુરુકુલ શાળાના કમ્પાઉન્ડ પાસે લગાવવાની વીજ કંપની દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી આ અંગેનો વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે વીજ કંપની દ્વારા કામગીરી શરુ કરાતા શાળા સંચાલકોએ વિરોધ નોધાવ્યો હતો.

અંકલેશ્વર GIDCમાં ગુરુકુલ શાળા નજીક વીજ કંપની બાબતે વિવાદ

શાળા સંચાલકો વાલીઓ અને બાળકો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. શાળા નજીક જ વીજ ટ્રાન્સફોર્મર હોય દુર્ઘટનાની આશંકા શાળા સંચાલકો વ્યક્ત કરી રહ્યા હતા. વિરોધ પ્રદર્શનના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બાળકોને પરત શાળામાં મોકલ્યા હતા.

બનાવની જાણ થતા જ વીજ કંપનીના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાદમાં પોલીસની મધ્યસ્થીમાં વીજ ટ્રાન્સફોર્મરનો કેટલોક ભાગ જ શાળા નજીક રાખવાનો નિર્ણય લેવાતા અંતે સમાધાન થયું હતું.

ABOUT THE AUTHOR

...view details