ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચની આત્મીય ગ્રીન સ્કુલના ડાયરેક્ટરે જરૂરીયાતમંદોને અનાજની કીટનું વિતરણ કર્યુ

ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલના ડાયરેક્ટરે લોક ડાઉનના સમયમાં ડેડીયાપાડા અને સાગબાર તાલુકાના અંતરિયાળ ગામોમાં જીવન જરૂરિયાતની ૧૦૦ કીટનું વિતરણ કરવામાં આવશે. એક પરિવારના ૫ વ્યક્તિ ૨૧ દિવસ સુધી જમી શકે તે પ્રકારે અનાજની કીટ તૈયાર કરવામાં આવી છે.

etv Bharat
ભરૂચની આત્મીય ગ્રીન સ્કુલના ડાયરેક્ટરે જરૂરીયાતમંદોને ૧૦૦ અનાજની કીટનું વિતરણ કર્યુ

By

Published : Apr 2, 2020, 4:42 PM IST

ભરૂચ: ભરૂચની આત્મીય ગ્રીન સ્કુલના ડાયરેક્ટરે પ્રવીણ ભાઈ કાછડિયાએ લોક ડાઉનના સમયમાં ડેડીયાપાડા અને સાગબાર તાલુકાના અંતરિયાળ ગામોમાં જીવન જરૂરિયાતની ૧૦૦ કીટનું વિતરણ કરવામાં આવશે. એક પરિવારના ૫ વ્યક્તિ ૨૧ દિવસ સુધી જમી શકે તે પ્રકારે અનાજની કીટ તૈયાર કરવામાં આવી છે.

કોરોનાના હાહાકાર વચ્ચે લોક ડાઉનની સ્થિતિમાં મધ્યમ અને ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે. જેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં વસતા અંતરિયાળ વિસ્તારના લોકો હાલ દયનિય સ્થિતિમાં મુકાયા છે.

ભરૂચની આત્મીય ગ્રીન સ્કુલના ડાયરેક્ટરે જરૂરીયાતમંદોને ૧૦૦ અનાજની કીટનું વિતરણ કર્યુ

જેને ધ્યાનમાં રાખી ભરૂચ આત્મીય ગ્રીન સ્કૂલના અગ્રણી પ્રવીણભાઈ કાછડિયા અંતરિયાળ વિસ્તારના લોકોના પડખે ઉભા રહ્યા છે અને માચીસથી શરૂ કરી તમામ જીવન જરૂરિયાતની સામગ્રીની ૧૦૦ જેટલી કીટ તૈયાર કરવામાં આવી છે. જે કિટ ડેડીયાપાડા તેમજ સાગબારાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારોને વિતરણ કરવામાં આવશે.

ભરૂચની આત્મીય ગ્રીન સ્કુલના ડાયરેક્ટરે જરૂરીયાતમંદોને ૧૦૦ અનાજની કીટનું વિતરણ કર્યુ

અત્રે ઉલ્લેખનીય છે કે, અગ્રણી પ્રવીણભાઈ કાછડિયા લોકડાઉનની સ્થિતી વચ્ચે સતત સેવા કીય કાર્ય કરી રહ્યા છે. જેમાં દરરોજ ૧૦૦ કીલો ગાંઠિયાનું વિતરણ તેમજ શ્રમિકો માટે ચપ્પલ અને જમવાની વ્યવસ્થાથી લઇ તેમના વતન સુધી મોકલવા માટેની વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details