ભરૂચઃ જંબુસરના દહેગામે લોકડાઉનનો અમલ કરાવવા ગયેલ પોલીસ પર શસસ્ત્ર હુમલો કરનારા 5 આરોપીઓ સામે પાસાનો હુકમ કરવામાં આવ્યો છે. કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે 28 માર્ચનાં રોજ પોલીસના જવાનો જંબુસરના દહેગામે લોકડાઉનનો અમલ કરાવવા ગઈ હતી. આ દરિયાન કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર શસસ્ત્ર હુમલો કર્યો હતો. જેમાં પોલીસકર્મીઓને ઈજા પહોચી હતી અને પોલીસની કામગીરીમાં અડચણ ઉભી થઇ હતી. ત્યારે આ પાંચેય આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા ભરૂચ કલેક્ટરને દરખાસ્ત કરાઈ હતી.
જંબુસરના દહેગામે પોલીસ પર હુમલો કરનારા 5 આરોપીઓ સામે પાસાનો હુકમ - Implementation of lockdown in Dahegam of Jambusar
જંબુસરના દહેગામમાં લોકડાઉનનો અમલ કરાવતી પોલીસ પર અસામાજિક તત્વોએ શસસ્ત્ર હુમલો કર્યો હતો. જે હુમલો કરનારા 5 આરોપીઓ સામે પાસાનો હુકમ કરવામાં આવ્યો હતો.
જંબુસરના દહેગામે પોલીસ પર હુમલો કરનારા 5 આરોપીઓ સામે પાસાનો હુકમ
જેમાં ભરૂચ કલેક્ટર ડૉ.એમ.ડી.મોડીયાએ આ દરખાસ્ત મંજુર કરી પાંચેય આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા હુકમ કર્યો છે. આરોપીઓને પોલીસ દ્વારા સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલ વામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસની મહામારીની પરિસ્થિતિમાં પોલીસ ખડેપગે ફરજ બજાવી રહી છે ત્યારે પોલીસકર્મીઓને જ નિશાન બનાવનાર અસામાજિક તત્વો સામે તંત્ર દ્વારા ગાળિયો કસવામાં આવ્યો છે અને પાસા હેઠળ કાર્યવાહી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.