ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 62 મૃતકોના અંતિમ સંસ્કાર - ભરૂચ લોકલ ન્યુઝ

ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં વધતો મૃત્યુઆંક ચિંતાનું કારણ બન્યો છે. ભરૂચના કોવિડ સ્મશાનમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધુ 62 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

Bharuch
Bharuch

By

Published : May 9, 2021, 4:50 PM IST

કોવિડ સ્મશાનમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 62 મૃતકોના અંતિમ સંસ્કાર

1200થી વધુ મૃતકોના ગોલ્ડન બ્રિજ નજીકના સ્માશનગૃહમાં અંતિમ સંસ્કાર

તંત્રના ચોપડે મોતના આંકડામાં મોટો તફાવત

ભરૂચ: કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે ત્યારે નર્મદા નદીના કિનારે બનાવાયેલ છેલ્લા 24 કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ 62 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

રેકોર્ડ બ્રેક 62 મૃતદેહના અંતિમ સંસ્કાર

કોરોનાની બીજી લહેર ઘાતકથી વધુ ઘાતક સાબિત થઈ રહી છે એમાં પણ ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં વધતો મૃત્યુઆંક ચિંતાનું કારણ બન્યો છે. ભરૂચમાં નર્મદા નદીના કિનારે રાજ્યમાં સૌ પ્રથમ વાર સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું. જ્યાં કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. કોવિડ સ્મશાનમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધુ 62 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી મોડી રાત સુધી ચિતા સળગી રહી હતી અને મૃતકોના સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

તંત્રના ચોપડે 77 જ મોત!

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ અને અંકલેશ્વરમાં માનવ વસાહતો નજીક સ્મશાન ગૃહ આવેલા હોવાના કારણે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના કિનારે જુલાઈ 2020માં સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું. જ્યાં અત્યાર સુધીમાં 1200થી વધુમૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે જ્યારે તંત્રના ચોપડે કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 77 જ નોંધાયો છે. ત્યારે આંકડામાં મોટો તફાવત જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details