ભરૂચઃ ઝઘડિયા GIDCની કંપનીમાં( Zaghadiya GIDC )આજે વહેલી સવારે દીપડો લટાર મારતા નજરે પડયો હતો. જેનો વિડીયો વાયરલ થયો હતો. સિકા કંપની સંચાલકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતાવન વિભાગના(Forest Department Zaghadiya ) કર્મચારીઓ પીંજરુ લઈ દીપડાને પકડવાકંપનીમાં પહોંચ્યા હતાં. પરંતુ દીપડો કંપનીમાં ક્યાંય પણ જણાયો ન હતો અને તે કંપનીની ખુલ્લી જમીનમાંથી બહાર નીકળી ગયો હોવાનું તારણ લગાવાયું હતું.
આ પણ વાંચોઃભરૂચના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ
ઝઘડિયામાં દીપડાનું મોત -ત્યારબાદ દીપડો વખતપુરા પાટીયા પાસે હુબર (Death of panther in Zaghadiya )કંપની નજીકથી જાહેર રોડ પરથી તડપતી હાલતમાં દીપડાને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. ત્યાર બાદ દીપડાનું મોત નીપજ્યું હતું. આ બાબતે તપાસ કરનાર વન વિભાગની ટીમ દ્વારા જણાવાયું હતું કે કંપનીની બહાર નીકળી ગયા બાદ દીપડો કોઈક વસ્તુ ખાઈ ગયો હોય તેનું મરણ થયું હોવાનું પ્રાથમિક તારણ લગાવાઈ રહ્યું છે. વન વિભાગ ઝઘડિયા દ્વારા પોસ્ટમોર્ટમ કરી તેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃpanther was caught: અંકલેશ્વરના બાકરોલ ગામમાં દીપડો ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો