ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરુચ નજીક નર્મદા નદીમાંથી સાણંદના યુવાનનો મૃતદેહ મળતા ચકચાર - dead body of a youth

ભરુચ નજીક નર્મદા નદીમાંથી મંગળવારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાન મૂળ સાણંદનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. તેને જીવનથી કંટાળી આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું હતું.

ભરુચ
ભરુચ

By

Published : Oct 6, 2020, 1:58 PM IST

ભરુચ: નર્મદા નદીમાંથી એક 23 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ આ અંગે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન આ યુવાન પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જે પરથી તેનું નામ નરેશ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું.

ભરુચ નજીક નર્મદા નદીમાંથી સાણંદના યુવાનનો મૃતદેહ મળ્યો

મૃતક નરેશ પરમાર મૂળ સાણંદનો રહેવાસી છે. તેમણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, જીવનથી કંટાળી આત્મહત્યા કરી લીધી હતી. તેની આત્મહત્યા પાછળ કોઈ જવાબદાર નથી.

આ ઉપરાંત તેને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મારો મૃતદેહ મળે તો તેની અંતિમક્રિયા કરજો અને પરિવાર મને માફ કરી દેજો. અંકલેશ્વર શહેર પોલીસે સુસાઇડ નોટના આધારે યુવાનના પરિવારજનોને જાણ કરી મૃતદેહ સોંપવાની તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details