ભરૂચ સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદોમાં ઘેરાયેલ રહે છે. ત્યારે સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકવામાં આવેલ કોલ્ડ સ્ટોરેજ વારંવાર બંધ થઇ જાય છે. જેના કારણે અંદર મુકવામાં આવેલ મૃતદેહ વિકૃત હાલતમાં જોવા મળે છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ થઇ જતા મૃતદેહ વિકૃત હાલતમાં - સિવિલ હોસ્પિટલ
ભરૂચઃ સિવિલ હોસ્પિટલમાં સમયાંતરે કોલ્ડ સ્ટોરેજ બંધ થઇ જતા મૃતદેહ વિકૃત હાલતમાં જોવા મળી રહ્યા છે. સામાજીક સંસ્થા દ્વારા આ સમસ્યાના નિરાકરણની માગ પણ કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં સમયાંતરે કોલ્ડ સ્ટોરેજ બંધ થઇ જતા મૃતદેહ વિકૃત હાલતમાં
બિન વારસી મૃતદેહ બાદ કોઈ પરિવારજન ભાળ માટે આવે તો તેઓ પણ મૃતદેહ ઓળખી શકતા નથી અને અત્યંત દુર્ગંધ મારે છે. હાલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાના કારણે બિન વારસી મૃતદેહ રાખવામાં તકલીફ ઉભી થઇ હતી. સરકારી કોલ્ડ સ્ટોરેજ હોવા છતાં તે કાર્યરત ન હોવાના કારણે કેટલાક મૃતકોના સ્વજનોએ મોટી રકમ ખર્ચી ખાનગી હોસ્પિટલમાં મૃતદેહ રાખવા પડે છે. ત્યારે આ સમસ્યાના કાયમી નિકાલની સામાજિક સંસ્થાના આગેવાનો માંગ કરી રહ્યા છે.