અંકલેશ્વર તાલુકાના સાગબારા ફાટક નજીક લીમડાના વૃક્ષ પર યુવાનનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના અંગે સ્થાનિક રહીશોએને જાણ થતા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
અંકલેશ્વરમાં લીમડાના વૃક્ષ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો - Sagbara Gate in Ankleshwar
ભરૂચઃ જિલ્લાના સાગબારા ફાટક નજીક લીમડાના વૃક્ષ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં સ્થાનિક યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ અંતિમવાદી પગલાં પાછળનું કારણ અકબંધ છે.

અંકલેશ્વરમાં સાગબારા ફાટક નજીક લીમડાના વૃક્ષ પર ગળે ફાંસો લગાવેલ હાલતમાં મળી આવ્યો મૃતદેહ
અંકલેશ્વરમાં સાગબારા ફાટક નજીક લીમડાના વૃક્ષ પર ગળે ફાંસો લગાવેલ હાલતમાં મળી આવ્યો મૃતદેહ
મૃતક યુવાન સાગબારા ફાંટક સ્થિત લાલા નગર ગામનો રહેવાસી ગિરીશ ઉકડભાઈ વસાવા હોવાનું જાણવા મળ્યું હતું .પોલીસે હાલ અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.