ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ: ભોલાવ વિસ્તારની એક સોસાયટીમાં ધોળે દિવસે ચપ્પુની અણીએ લૂંટ - Daytime robbery in Bharuch

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી આકાશગંગા સોસાયટીમાં ધોળે દિવસે ચપ્પુની અણીએ લુટનો બનાવ બનતા હાહાકાર મચ્યો હતો. મકાનમાં બાથરૂમની બારીમાંથી બે બુકાનીધારીઓએ ઘુસી મહિલાને ચપ્પુના ઘા માર્યા બાદ સોના ચાંદીના દાગીના અને રોકડની લુટ કરી ફરાર થઇ ગયા હતા.

ETV bharat
ભરૂચ: ભોલાવ વિસ્તારની એક સોસાયટીમાં ધોળે દિવસે ચપ્પુની અણીએ લુટ

By

Published : Aug 29, 2020, 11:01 PM IST

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં આવેલી આકાશગંગા સોસાયટીમાં રહેતા હસમુખભાઈ ઠક્કરની પુત્રી બપોરે મકાના બીજા માળે આવેલા બાથરૂમમાં નહાવવા ગઇ હતી. અને બહાર આવી તે દરમ્યાન બાથરૂમની બારીમાંથી બુકાનીધારી બે અજાણ્યા ઇસમો મકાનમાં પ્રવેશ્યા હતા.

અને અવનીને ચપ્પુના ઘા મારી ઈજા પહોચાડી હતી. અને પેટી પલંગમાં મુકેલા ૩૦ તોલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લુંટ કરી ફરાર થઇ ગયા હતા.

ત્યારબાદ અવનીએ બુમાબુમ કરતા આસપાસના રહીશો ભેગા થયા હતા. અને પોલીસને જાણ કરાત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.પોલીસે ઘટના સ્થળે આવી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડી હતી. અને બનાવ સંદર્ભે પોલીસે ફરિયાદ નોધી લુટારૂઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details